સુરત મહાનગરપાલિકા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવા માટે વધારે વસ્તી વાળી જગ્યા પર ફોકસ કરી રહી છે. જેથી વેકસીનેશન પ્રોગ્રામમાં વધારે ઝડપ લાવી શકાય. ઓછામાં ઓછા 10 થી 15 સેન્ટર એવા છે જ્યાં હજી પણ ખૂબ ઓછા લોકો વેકસિન લગાવવા માટે આવી રહ્યા છે. તેવામાં સ્ટાફને વેક્સિનેશન સેન્ટર પર રાખવાનો કોઈ અર્થ નથી. જેથી Surat Municipal Corporation નિર્ણય લીધો છે કે આ સેન્ટરને વધારે વસ્તી ધરાવતી જગ્યા પર ખસેડવામાં આવે.Covid-19 Vaccinationની ઝડપ વધારવા માટે મહાનગરપાલિકા સતત પ્રચાર-પ્રસાર કરી રહી છે અને વેક્સિનેશન વધારવા માટે મહાનગરપાલિકાએ મહત્વનો બીજો નિર્ણય લઇ લીધો છે. આ સેન્ટર એવા સ્થળે શરૂ કરવામાં આવશે જ્યાં સૌથી વધારે વસ્તી હોય અથવા તો વધારે લોકોની અવરજવર હોય. જેમાં વધારેમાં વધારે લોકોને સરળતાથી વેક્સીનેશન મળી રહે.જે સેન્ટર પર હવે રોજના 50 % થી પણ ઓછા લોકો વેક્સિન લગાવી રહ્યા છે, તેવા સેન્ટરોને બંધ કરીને તેમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
જી હા મહાનગરપાલિકા નવા વેક્સિનેશન સેન્ટર મંદિર, ગુરુદ્વારા અને કોમ્યુનિટી સેન્ટર પર શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે દસ-પંદર સેન્ટર એવા છે જ્યાં હજી પણ 50 થી પણ ઓછા વ્યક્તિઓ વેકસિન લઈ રહ્યા છે.મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જે સાઇટ પર 40-50 લોકો હવે રોજ વેકસિન લઈ રહ્યા છે. ત્યાં હવે વધારે વ્યક્તિઓએ વેકસિન લઈ લીધી છે તેવું માની શકાય. જેથી આ સેન્ટરને હવે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
રાજ્ય સરકારે Gujarat State Government રજીસ્ટ્રેશન અને રસીકરણ મહા અભિયાન શરૂ કરી દીધું છે. મહાનગરપાલિકા કુલ 230 સેન્ટર પર રસીકરણ કરી રહી છે, જેમાં બહુ જ ઓછા વ્યક્તિઓ આવવા પર 100 વેકસિન સેન્ટરને ઘટાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંદિર, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થાનો પર પણ વેકસિન સેન્ટર ઉભું કરવા મનપાનું આયોજન છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268