આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત ૨૦૨૧-૨૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ માટે તા.૨૫ જૂન થી ૫મી જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે
Shantishram News, Diyodar, Gujarat.
ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ
બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે
ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. Gujarat Government Private Educational Institute School
જે બાળકોએ તા.૧લી જુન ૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે.
બાળકના વાલી https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર
તા.૨૫ જુન ૨૦૨૧ થી તા.૦૫ જુલાઇ ૨૦૨૧ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
આ RTE યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જે તે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત ના તમામ District Office ના Help Line Number નીચે ના ફોટો મુજબ છે
વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે,
જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે
ઓનલાઈન અપલોડ Upload કરવાના રહેશે.
online form ફોર્મ પ્રિન્ટ, વાલીએ Parents પોતાની પાસે રાખવાની રહેશે.
કોવિડ-૧૯ COvid-19 મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમા કરવાનું રહેશે નહીં.