કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, કોરોનાની રસી લેવા માટે કોવીન એપ ઉપર અગાઉથી નોંધણી કરાવવી જરૂરી નથી. કોવીડ-19ની રસી લેવા માટે મોબાઈલ કે રહેઠાણના પૂરાવાઓ જરૂરી નથી.આરોગ્ય મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, મીડિયામાં જે પ્રકારે અહેવાલ આવ્યા છે કે, અંગ્રેજી ના જાણતા કે કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટની સુવિધા ના ધરાવનારા લોકો રસીથી વંચિત રહે છે.
વિભિન્ન રાજ્યોમાં FIR થતા બાબા રામદેવ સુપ્રીમકોર્ટ ના દરવાજે પહોંચ્યા ,જાણો શું કરી માંગ
આરોગ્ય મંત્રાલયે વધુમાં કહ્યું કે, વપરાશકર્તાઓની સરળ સમજણ માટે કો-વિન હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બંગાળી, આસામી, ગુરુમુખી અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.આધાર, મતદાર ઓળખકાર્ડ, ફોટો સાથેનું રેશનકાર્ડ, અપંગતા આઈડી કાર્ડ સહિત કુલ નવ પ્રકારના ઓળખપત્રોમાંથી કોઈ પણ એક ઓળખપત્ર એક રસીકરણ માટે જરૂરી છે, જેની પાસે એક પણ ન હોઇ શકે તેવા લોકો માટે રસીકરણ કેમ્પ યોજવા માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં નવ પ્રકારના જાહેર કરેલા ઓળખકાર્ડ અથવા મોબાઇલ ફોન પોતાનો છે તે પ્રકારના પૂરાવા જરૂરી છે.
કેન્દ્ર સરકારે આ પ્રકારે કરેલી જોગવાઈઓનો લાભ લઈને, અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે 27 મેના રોજ વયોવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને, તેમના ઘરની નજીકના રસીકરણ કેન્દ્ર ઉપરથી જ રસી લેવા માટે જાહેરાત કરી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268