એલોપેથી વિવાદ માં બાબા રામદેવ મુસીબત માં જોવા મળી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં તેમના પર ઘણા કેસ નોંધવામાં આવ્યા છે. જેને લઈને હવે બાબા રામદેવ સુપ્રીમની શરણમાં પહોંચ્યા છે. ખરેખર તો રામદેવે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે. રામદેવે પોતાની અરજીમાં IMA પટના અને રાયપુર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અને સ્ટેટમેન્ટ પર રોક લગાવવા તેમજ દિલ્હી સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે.તાજેતરમાં, છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. તેમની સામે કોરોના સારવારમાં આપવામાં આવતી એલોપેથી દવાઓને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય મેડિકલ એસોસિએશન ના છત્તીસગઢ એકમએ FIR નોંધાવી છે.
જો 30 મિનિટથી વધુ સમય સુધી ઓફિસમાં કામ કરશો, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે
આઇએમએના ડો.સુનિલ કુમારે આરોપ લગાવ્યો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, બાબા રામદેવે આધુનિક તબીબી વિજ્ઞાન અને પદ્ધતિ વિશે સામાન્ય લોકોના મનમાં મૂંઝવણ પેદા કરી હતી. તેમની તરફનો અવિશ્વાસ વધાર્યો, જે ડોકટરોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
રાયપુરના એસએસપી અજય યાદવે કહ્યું કે રામદેવ વિરુદ્ધ કલમ 188, 269 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે રોગચાળા અંગે બેદરકારી દાખવવા, નુકસાન ફેલાવવાના ઇરાદે અપમાન કરવા જેવા આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.આઇએમ એ એ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રામદેવે ખોટી માહિતી ફેલાવી છે.અગાઉ બાબા રામદેવ વિરુદ્ધ પટણામાં આઈએમએ દ્વારા એલોપથી વિરુદ્ધ બોલવા અને ડોકટરોની મશ્કરી કરવાને લગતા વિડીયો વાયરલ કરવા બદલ કેસ નોંધાવ્યો હતો. પાટનગરના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં પણ બાબા રામદેવ પર ગુનો દાખલ કરાયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268