વિતેલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં બેંકોએ હીરા જવેરાત ઉદ્યોગને 15 %વધુ લોનનું ધિરાણ કર્યું છે. ગયા વર્ષે બેન્કોએ 546 અબજની લોન ઇસ્યુ કરી હતી. જેની સરખામણીએ આ વર્ષે વિશ્વાસ વધ્યો હોવાનું પ્રસ્થાપિત થાય છે.ચાર વર્ષ પહેલા નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 11 હજાર કરોડના આચરવામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તે પછી બેન્કોનો હિરા ઝવેરાત ઉધોગ પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ ગયો હતો. બેંકોએ હીરાવેપારી અને ઉધોગકારોને ક્રેડિટ લોન આપવાનું બંધ કરી દીધું. ઉદ્યોગની અનેક સંસ્થાઓ દ્વારા સરકારમાં અનેકવાર ની રજૂઆત બાદ હવે બેન્કોએ હીરા જવેરાત પ્રત્યેનું વલણ બદલ્યું છે.
આધાર કાર્ડ માં જાણો કયા ચાર અપડેટ્સ માટે આધાર સેવા કેન્દ્રમાં જવાની જરૂર નથી, ઘરે બેઠાં થશે કામ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા જણાવે છે કે જેમ એન્ડ જવેલરી સેક્ટરને ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા લેવાઈ ચૂક્યો છે. પરંતુ ધિરાણ આપવાનું બેંક ઉપર છોડવામાં આવ્યું છે. ઉદ્યોગને વધુ ધિરાણ મળવાથી નાણાકીય તરલતા વધશે અને તેટલો ઉદ્યોગને ફાયદો થશે.
ગયા વર્ષે કોરોના મહામારી બાદ બેંકોએ ઇન્ડસ્ટ્રીને વધુ ધિરાણ આપવાનું શરૂ કર્યું છે. જીજેઈપીસીસી ના ચેરમેન કોલીન શાહ જણાવે છે કે, ઉદ્યોગ પ્રત્યે બેંકનો વિશ્વાસ વધ્યો છે જે સકારાત્મક બાબત છે. આ કોરોના મહામારી દરમિયાન ઉદ્યોગ પણ વેપાર વૃદ્ધિ માટે લેવાયેલા વ્યવહારિક નિર્ણયનું પરિણામ છે. દેશની અગ્રણી ડાયમંડ ટ્રેડ કંપનીઓને 2021 ના પ્રથમ ત્રિમાસિકમાં માંગ કરતાં વધુ સ્ટોકની સમસ્યાથી બચવા માટે રફ ડાયમન્ડની આયાત કરવાનું બંધ કરવા ઉધોગકારો અને વેપારીઓને અપીલ કરી હતી. જેના સારા પરિણામો મળ્યા છે. આ પગલાંને લીધે ઉદ્યોગકારોને કોવિડ 19 ના લીધે સર્જાયેલી ઓછી માંગનો સામનો કરવાની હિંમત મળી રહી હતી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268