કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમા 40 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે રસીના આગમનથી સૌ કોઈને ખૂબ રાહત મળી હતી, પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના વાયરસની રસી ઓછી અસરકારક જોવા મળી રહી છે. જો કે, WHOની જાહેરાત સામે રાહત છે કે આ રસી મૃત્યુનું જોખમ ઘટાડે છે અને ગંભીર રોગથી બચાવે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે કોરોના વાયરસમાં થઈ રહેલા ફેરફારના કારણે રસી બેઅસર સાબિત થઈ રહી હોવાનુ માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા પરિવર્તનથીબન્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી સંક્રમણ ફેલાવી દે છે.
ડેલ્ટા વેરીએન્ટ અંગે વાત કરીએ તો, તે એવા લોકોને સંક્રમણ ફેલાવી શકે છે કે, જેમણે એન્ટી કોવિડ -19 રસીનો અડધો ડોઝ મેળવ્યો છે અને તેથી જ તે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના જણાવ્યા અનુસાર, ઈગ્લેન્ડમાં જે લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે, તેઓ 88 %સુધી સુરક્ષિત છે, પરંતુ જેમને ફાઈઝર અથવા એસ્ટ્રાઝેનેકા રસીનો એક જ ડોઝ મળ્યો છે, તે ફક્ત 33.5 %જ સુરક્ષિત જણાયા છે.રશિયા દ્વારા કોરોના વાયરસની રસી, ડેલ્ટા વેરિઅન્ટ સામે વધુ અસરકારક હોવાનો દાવો કર્યો છે. રશિયાની રસીએ સ્પૂટનીક-વી એ વધુ ચેપી અને ઘાતક વેરિએન્ટ સામે સૌથી વધુ અસર દર્શાવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ વાયરસના આ નવા સ્વરૂપ વિશે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના 29 દેશોમાં, વાયરસના બદલાયેલા નવા સ્વરૂપને કારણે સૌથી વધુ આરોગ્યક્ષેત્રે પ્રશ્ન સર્જયા છે. લોકોના મોત પણ આ વાયરસને કારણે થઈ રહ્યા છે.વરિષ્ઠ આઇસીએમઆર વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, દેશની ઘણીબધી સંસ્થાઓ કોરોનાના બદલાતા સ્વરૂપ અને તેના જીનોમને ડીકોડ કરવા માટે સતત રાત-દિવસ સંશોધન કરી રહી છે, ભારતમાં હજી સુધી, સંશોધનકર્તાઓને કોરોનાના આ બદલાયેલા સ્વરૂપ વિશે કોઈ કેસ મળ્યો નથી. ડેલ્ટા વેરિઅન્ટના ઘણા બધા પ્રકારો પણ બન્યા છે. જેના કારણે આપણા દેશમાં પણ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ દક્ષિણ અમેરિકામાં કોરોનાના વાયરસના બદલાયેલા સ્વરૂપ લેમ્બડા અંગે વધુ સાવધાની રાખવી જરૂરી છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.