ભારત સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસથી 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાનું શરૂ કર્યું છે. “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત ગુજરાતમાં સોમવારે રેકોર્ડબ્રેક રસીકરણ થયું હતું.વોક થ્રુ વેક્સિનેશનના પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. ગુજરાતમાં સોમવારે 5,05,060 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 57,036 લોકોએ કોરોનાની રસી લીધી હતી. એક જ દિવસમાં રસીકરણ મામલે સુરત બીજા નંબર પર રહ્યું હતું. સુરતમાં એક જ દિવસમાં 50,740 લોકોએ કોરોનાની રસી લીધી હતીવડોદરામાં 29,380 નાગરિકોએ રસી લીધી હતી. રાજકોટમાં 27,052 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,25,56,262 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. 858 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયરે પહેલો ડોઝ લીધો હતો. 5041 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરએ બીજો ડોઝ લીધો હતો. 45 થી વધુ ઉમરના 70,199 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરખેજ વોર્ડ અમદાવાદ મધ્યે યોગનું આયોજન થયું.
રાજ્યમાં 21 જૂનના રોજ કોરોનાના નવા 151 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,485 થઇ છે અને મૃત્યુઆંક 10,034 થયો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1 અને સુરત શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.45 થી વધુ ઉમરના 39,799 નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 3,53,780 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 18,283 નાગરિકોએ બીજા ડોઝનું રસીકરણ થયું છે.
રાજ્યમાં 21 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 619 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.09 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 5339 થયા છે, જેમાં 113 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5526 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 36, સુરતમાં 16, રાજકોટમાં 9, વડોદરામાં 7, જુનાગઢમાં 3 , જામનગરમાં 2, ભાવનગરમાં 1 અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક કેસ નોધાયો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268