મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં
૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના માધ્યમથી યોગનો વ્યાપ જન-જન સુધી વિસ્તારવાની સંકલ્પના દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા
આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે.
તેમણે જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે
પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓએ કરેલું છે.
Vijay Rupani Chief Minister of Gujarat કહ્યું કે, આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ Narendra Modi, Prime Minister Of Indai ભારતને અપાવ્યું છે.
આપણી સનાતન યોગ-પ્રાણાયામ સાધના તરફ હવે પશ્ચિમના રાષ્ટ્રો સહિતના દુનિયાના દેશો વળ્યા છે. International Day of Yoga
કેમ કે શરીર, મન, બુદ્ધિ અને વ્યક્તિગત જીવન પ્રફૂલ્લિત-આનંદિત અને સ્વસ્થ રાખવાનું સક્ષમ માધ્યમ આપણી યોગ સંસ્કૃતિ જ છે તે હવે સૌને સમજાયું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતની આ અણમોલ વિરાસત હવેના સમયમાં શારીરિક, માનસિક સ્વસ્થતા, શાંતિ માટે એક જરૂરિયાત બની ગઇ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ભારત માતા આવી પુરાતન વિરાસતના માધ્યમથી આજે વિશ્વગુરૂ બની છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પાછલા ત્રણ વર્ષમાં યોગનો વ્યાપ ગામો-નગરોમાં વિસ્તારવા યોગાભ્યાસ તાલીમવર્ગો, ૭પ૦ કોચ, પ૩ હજાર જેટલા ટ્રેનર્સ તૈયાર કરવા સહિતની પ્રવૃત્તિઓથી દિવ્ય ગુજરાતના નિર્માણની કલ્પનામાં સક્રિય સહયોગ મળી રહ્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ ના મંત્રથી યોગને વધુને વધુ લોકો સુધી પ્રચલિત બનાવીને યોગમય ગુજરાત માટે આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, ગુજરાત યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.