ગુજરાતમાં આજે વિશ્વ યોગ દિવસથી 50 હજાર રસી કેન્દ્રોમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામને અગાઉથી નોઘણી કરાવ્યા વિના કોરોનાની રસી આપવામાં આવશે. Gujarat માં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે સ્થળ ઉપર નોંધણી કરાવીને કોરોનાની રસી લઈ શકાશે તેવો નિર્ણય કર્યો છે. જેના કારણે ઓનલાઈન રજીસ્ટ્રેશન Online registration કરાવવા અને સ્લોટ મેળવવામાં પડતી તકલીફનું કાયમી નિરાકરણ Permenant Solution આવી ગયુ છે. Walk In Vaccination ગુજરાતના તમામે તમામ નાગરિકોને વિનામુલ્યે કોરોનાની રસી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે Central Government, કોરોનાની રસીનો Vaccine પૂરતો પૂરવઠો Supply આપ્યો છે. જેના કારણે આજે ગુજરાતના 33 જિલ્લા District અને આઠ મહાનગરપાલિકા Municipality વિસ્તારમાં સરકાર દ્વારા રસીકરણનુ મહાઅભિયાન શરૂ કરાયુ છે.
વેજલપુર અમદાવાદ મધ્યે BJP દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ગુજરાતમાં ગઈકાલ 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ કોરોનાની રસીના ડોઝ આપી દેવાયા છે. આટલી મોટી માત્રામાં રસીના ડોઝ આપવામાં ગુજરાત સમગ્ર દેશમા મોખરે છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 વર્ષથી વધુ ઉમરના લોકોને રસી આપવામાં પણ ગુજરાત, દેશના વિભિન્ન રાજ્યો કરતાં આગળ છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિના વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિનના ડોઝ અપાયા છે.
જો તમે સરકારી હોસ્પિટલમાં જાવ છો તો.
રસીકરણ મફત રહેશે.
કો-વિન પર નોંધણી કરાવવી ફરજિયાત નથી,
કારણ કે સરકારે આજથી સ્થળ પર નોંધણીની મંજૂરી આપી છે.
જો તમે રસી લેવા ખાનગી હોસ્પિટલમાં જાવ છો તો
કો-વિન પર પૂર્વ નોંધણી જરૂરી નથી.
કોવાક્સિન માટે રૂ. 1,410, કોવિશિલ્ડ માટે રૂ. 790 અને સ્પુટનિક વી માટે રૂ. 1,145 થી વધુ ના ચૂકવશો. કેમ કે કેન્દ્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં આ રસીનો મહત્તમ ભાવ નક્કી કર્યો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268