PM નરેન્દ્ર મોદી narendra modi, prime minister of india જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ kendrashasit pradesh ના તમામ પક્ષોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અહેવાલ અનુસાર બેઠકમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન Minister of Home Affairs Griha Mantri ” Amit Shah” અમિત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. સ્વાભાવિક છે કે કાશ્મીરી નેતાઓ સાથેની આ મુલાકાત ઘણી રીતે ખાસ સાબિત થઈ શકે છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા farooq abdullah , પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી Mehbooba Mufti , જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોનને બેઠકમાં આમંત્રણ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી સમાચારના અહેવાલ અનુસાર આ બેઠક 24 જૂનના રોજ થઇ શકે છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકાર central government દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના નાબૂદ બાદ ઉઠેલી ગતિવિધિઓને નાબૂદ કરવાની કેન્દ્રની આ પહેલી પહેલ છે.
પીએજીડી જમ્મુ-કાશ્મીરની કેટલીક પાર્ટીઓનું ગઠબંધન છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી PDP શામેલ છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પછી આ ગઠબંધનની રચના કરવામાં આવી હતી.જાણવા મળ્યું છે કે જમ્મુ મહબૂબા મુફ્તીને આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્ર તરફથી ફોન આવ્યો હતો. મુફ્તી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે. જો કે તેઓ એ કહ્યું છે કે “મેં હજુ નિર્ણય નથી લીધો. હું મારી પાર્ટીને સભ્યો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ.ખાનગી સમાચાર અહેવાલ અનુસાર PAGD ના પ્રવક્તા એમવાય તારિગામીને હજુ સુધી બેઠકનું આમંત્રણ નથી મળ્યું. તેમનું કહેવું છે કે સંદેશ મળતા તેઓ બેઠકમાં ભાગ લેશે. તારિગામીએ કહ્યું કે “અમે કેન્દ્ર સાથે સાર્થક વાતચીત માટે દરવાજા ક્યારેય બંધ નથી કર્યા. પરંતુ મને આ બેઠક વિશે કોઈ માહિતી નથી. જો આવું થાય છે તો તેનું સ્વાગત કરવામાં આવશે.”
અહેવાલ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે સંસદમાં jammu kashmir પુનર્ગઠન બીલ પસાર થયા પછી, ન્યાયાધીશ આર. દેસાઇની આગેવાની હેઠળ રચાયેલ સીમાંકન પંચ પણ આ બેઠકમાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. આપને જણાવી દઇએ કે બુખારી સિવાય જમ્મુ-કાશ્મીરના અન્ય તમામ નેતાઓ રાજ્યના વિશેષ દરજ્જાને રદ કર્યા પછી કસ્ટડીમાં રહી ચૂક્યા છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.