એકલા maharashtra માં ઓછામાં ઓછા એક લાખ લોકો છે કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ તેમના નામ હજી પણ બીજા ડોઝ માટે દેખાઈ રહ્યા છે. રસીકરણના vaccination certificate પ્રમાણપત્રોની ડુપ્લિકેશનને દૂર કરવા કેન્દ્ર સરકારે શુક્રવારે કોવિન એપ પર નવી સુવિધા શરૂ કરી હતી. આ સુવિધા એવા લાભાર્થીઓને રાહત આપશે. જેમને રસીના બંને ડોઝ મળવા છતાં અંતિમ પ્રમાણપત્ર મળી શક્યું ન હતું. કારણ કે તેઓએ covid portal પર નોંધણી માટે જુદાજુદા મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો.
હમણાં સુધી આવા લાભાર્થીઓ વિવિધ મોબાઇલ નંબર બતાવતા રસીના પહેલા બે ડોઝ માટે જ પ્રમાણપત્ર મેળવતા હતા. એકલા મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા એક લાખ લોકો છે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ તેમના નામ હજી પણ બીજા ડોઝ Second Dose માટે દેખાઈ રહ્યા છે. અંતિમ પ્રમાણપત્ર એકત્રિત કરવા માટે, વપરાશકર્તાઓએ કોવિન પોર્ટલ COvin Portle પર લોગિન કરવું પડશે, અને, “રેઝ એન ઇસ્યુ “raise an issue” પર ક્લિક કરી, અને “ મર્જ મલ્ટીપલ ફર્સ્ટ ડોઝ પ્રોવિઝનલ સર્ટિફિકેટ merge multiple first dose provisional certificate” વિકલ્પ પસંદ કરવો પડશે.
કોવિડ વેકસીન એડમિનિસ્ટ્રેશન Administration ના સશક્તિકરણ જૂથના પ્રમુખ આર.એસ. શર્માએ કહ્યું કે, કોવિનમાં પ્રવેશની એક સરળ પ્રક્રિયા છે. જ્યાં ખાતું બનાવવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે. એમ પણ કહ્યું કે કેટલાક કારણોસર ઘણા લોકોએ એક મોબાઈલ નંબર અને બીજો ડોઝ બીજા મોબાઇલ નંબરથી નોંધાવ્યો હતો, જ્યારે તેમને બંને ડોઝ એક ખાતામાંથી મળવા જોઈએ, જેથી સિસ્ટમ પાસે તેમના રસીકરણના રેકોર્ડ્સ હોય.તેમણે કહ્યું કે કોવિન સિસ્ટમ ડુપ્લિકેટ એન્ટ્રી પર કામ કરતું નથી. અને, તેથી જો તે જ વ્યક્તિ અલગ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવે તો નવા સાઇન-ઇનને રોકી શકાશે નહીં. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ સમાન ફોન નંબરનો ઉપયોગ કરવા છતાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.