મિલ્ખા સિંહે શુક્રવારે મોડી રાત્રીએ કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પાંચ દિવસ અગાઉ તેમના પત્નિ નિર્મલ કૌરે કોરોના સંક્રમણને લઇને મોહાલીમાં સારવાર દરમ્યાન શ્વાસ છોડ્યા હતા. બંને એથલેટ પતિ પત્નિ એ પાંચ દિવસના અંતરે જ દુનિયાને અલવિદા કરી દીધી હતી. milkha singh ” The Flying Sikh ” અને nirmal kaur ની પ્રેમ કહાની જબરદસ્ત રહી હતી.બંનેની આખો રમતના મેદાનમાં જ મળી ગઇ હતી અને ઇશ્ક લડાવવા લાગ્યા હતા. જોકે મિલ્ખા સિંહ નિર્મલને મળવા પહેલા અનેક યુવતીઓ સાથે તેમનુ નામ જોડાઇ ચુક્યુ હતુ. એક બે નહી પરંતુ ત્રણ યુવતીઓ સાથે પ્યારી દોસ્તી નિભાવી હતી. મિલ્ખા સિંહનુ ચક્કર ત્રણ યુવતીઓ સાથે તો ચાલ્યુ, પરંતુ તેમાની એક પણ યુવતી સાથે લગ્ન ના રચી શકાયા. જોકે નસીબ અળગ લખ્યુ હતુ. એથલેટ્સ કિંગને Indian volleyball player વોલીબોલ પ્લેયર નજરમાં વસી ગઇ હતી. જે જન્મ જન્મના સાથી બનવા માટે લખાઇ ચુક્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ cokeની કાચની બે બોટલ હટાવતા કંપનીને 30 હજાર કરોડનું નુકસાન!!
ભારતીય વોલીબોલ પ્લેયર અને ટીમની કેપ્ટન નિર્મલ કૌર સાથે, પ્રથમ મુલાકાત 1955 માં શ્રીલંકાના પાટનગર કોલંબોમાં થઇ હતી. બંને એક ટુર્નામેન્ટમાં હિસ્સો લેવા માટે કોલંબો પહોંચ્યા હતા. એક ભારતીય બિઝનેસમેન એ ટીમના માટે ડિનર પાર્ટી રાખી હતી. જે પાર્ટીમાં મિલ્ખા સિંહ એ પ્રથમ વખત નિર્મલ કૌરને જોયા હતા. જોતા સાથે જ તેઓ નિર્મલ કૌરને દિલ આપી બેઠા હતા.મિલ્ખા સિંહે એક ઇન્ટરવ્યુમાં પણ કહી ચુક્યા હતા કે નિર્મલને જોતા જ પસંદ કરી લીધા હતા. તેમણે કહ્યુ હતુ, એ વખતે અમારી વચ્ચે ખૂબ વાતચીતો પણ થઇ હતી.મારી સાથે કોઇ કાગળ નહોતો, મે નિર્મલના હાથ પર જ હોટલનો નંબર લખી દીધો હતો.
પ્રથમ મુલાકાત બાદ બંને વર્ષ 1958માં ફરી થી મળ્યા હતા. પણ પ્રેમ ની ગાડીએ રફતાર પકડ઼ી છેક 1960માં. ત્યારે બંને વચ્ચે દિલ્હી Delhi ના નેશનલ સ્ટેડીયમમાં National Stadium મુલાકાત થઇ હતી. તે એ સમય હતો જ્યારે મિલ્ખા સિંહ ” Indian track and field sprinter ” ભારતીય રમતોનુ એક મોટુ નામ બની ચુક્યા હતા. કહે છે ને કે બે પ્રેમ કરવા વાળાઓને કોફી પીવાનુ બસ બહાનુ જોઇતુ હોય છે. આ કોફી મિલ્ખા સિંહ અને નિર્મલ કૌર વચ્ચે વારંવાર મળવાનુ બહાનુ બની ગયુ હતુ.પ્રેમ અને એકરાર પણ થઇ ગયો હતો. મિલ્ખા સિંહ પણ મોટા ખેલાડી બની ચુક્યા હતા. જેથી ચર્ચાઓ પણ થવા લાગી હતી. જોકે વાત હવે લગ્ન પર આવી પહોંચી હતી. જોક તે કામ સરળ નહોતુ. કારણ કે નિર્મલ કૌરના પિતા વાતને માનવા માટે તૈયાર નહોતા. કારણ કે નિર્મલ હિન્દુ Hindu Family પરિવાર થી હતા અને મિલ્ખા sikh પરિવાર થી હતા. આવામાં પંજાબ Punjab ના તત્કાલીન મુખ્ય પ્રધાન પ્રતાપ સિંહ કૈરોં એ સમજાવીને બંને પરિવારોને લગ્ન માટે રાજી કર્યા હતા. 1962 માં મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરના લગ્ન love marriage રચાયા હતા.તેવી જ સફળતા તેઓએ પારિવારીક જીવનમાં પણ પ્રેમના આધાર પર હાંસલ કરી હતી. મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર જીવ મિલ્ખા સિંહ ગોલ્ફમાં India નુ પ્રતિનિધિત્વ કરે છે. તો પુત્રી અમેરિકામાં ડોક્ટર છે. કદાચ એટલે જ મિલ્ખા કહેતા રહેતા હતા કે, તે હજુ પણ સફળ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268