હજુ પણ માનવતા જીવિત છે. આ વાક્યને સાર્થક કર્યું છે એક સામાન્ય સફાઈ કર્મચારીએ. અમદાવાદ એરપોર્ટ પથી એક સફાઈ કર્મચારીને ડોલર ભરેલી બેગ મળી હતી. પરંતુ તેને સતર્કતા દાખવીને આ બેગ મૂળ માલિકને પરત આપી દીધી હતી.ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ sardar vallabhbhai patel International airport ahmedabad Gujarat પર સફાઈ કામદારને 750 ડોલર USD રાખેલી એક બેગ મળી હતી. આ પછી તેણે તેને તકેદારી બતાવી અને સેન્ટ્રલ ઔધોગીક સુરક્ષા દળની મદદથી તેના મૂળ માલિકને પરત આપી હતી.આ અંગે ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.
Airtel બાદ હવે Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ

એરપોર્ટ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટ પર કામ કરતા જે.કે.ચાવડાને સુરક્ષા તપાસ કેન્દ્રમાં વપરાયેલી ‘ટ્રે’ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. દરમિયાન, બુધવારે સાંજે તેમને 750 ડોલર રાખેલી બેગ મળી હતી.આ સાથે જ જે.કે.ચાવડાને લાગ્યું કે કોઈ મુસાફર સુરક્ષા તપાસની ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી તેની બેગ લેવાનું ભૂલી ગયો હશે. ત્યારબાદ તેણે તરત જ તેને સીઆઈએસએફ અધિકારીને સોંપી દીધી હતી.

આ સાથે જ નિવેદનમાં જણાવાયું છે કે, ફોર્સ દ્વારા સીસીટીવી ફૂટેજથી જે passenger આ બેગ ભૂલી ગયો હતો તે મુસાફરની ઓળખ કરવામાં આવી હતી. આ બેગમાં 50000 રૂપિયાથી વધુ રોકડ રકમ હતી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક