સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભક્તિ પંચાલ કહે છે કે 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટસને વૈજ્ઞાનિક ભાષામાં કેસુલેશિયન એસિડ મેટાબોલિઝમ એટલે કે CAM કહેવાય છે. સામાન્ય રીતે વૃક્ષો સવારે ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. જ્યારે રાત્રે તેના કરતાં ઊલટું ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે. જોકે કેમ પ્લાન્ટ્સ 24 કલાક ઓક્સિજન આપે છે.સુરતની પાલિકાની નર્સરી અને વિવિધ સ્થળે ચાલતી ખાનગી નર્સરીમાં આ કેમ પ્લાન્ટ મળી રહે છે. 20 થી 100 રૂપિયા સુધીની તેની કિંમત હોય છે. આ પ્લાન્ટસની કોઈ ખાસ કાળજી લેવી પડતી નથી. તે ગેલેરી કે બેડરૂમમાં આસાનીથી રાખી શકાય છે.
તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે ?
Covid ની મહામારીમાં ઓક્સિજનની ભારે અછતે દર્દીઓની હાલત બગાડી દીધી હતી. બીજી લહેર Second Wave માં દર્દીઓના પરિવારજનોએ relatives of covid patients દવા, ઇન્જેક્શન, અને ઓક્સિજન માટે ભટકવું પડતું હતું. એમ કહીએ કે ઓક્સિજનની સર્જાયેલી અછતે આપણને આ પ્રાણવાયુનું મહત્વ સમજાવ્યું છે.સુરતમાં વિવિધ nursery માં 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટસ oxygen plant ની માંગ ઉઠી છે. Surat માં મનપા સંચાલિત સુમન નર્સરી અને ખાનગી મળીને 50 જેટલી નર્સરી આવેલી છે.ઓક્સિજન આપતા પ્લાન્ટસમાં કુંવરપાઠું aloe vera , સ્નેક પ્લાન્ટ્સ, અરેકા પામ, લીમડો, મનીપ્લાન્ટ જેવા છોડની માંગમાં 30 ટકાનો વધારો થયો છે.
શહેરમાં પર્યાવરણ જાગૃતિ માટે લીમડો, ગુલમહોર, સહિતના વૃક્ષો વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં અઠવા સુમન નર્સરી દ્વારા ચાલુ સીઝનમાં 8 હજાર રોપા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકોને 24 કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટ પુરા પાડ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268