રૂની તીર્થની ધન્યધરાએ પ્રિતીબેનનો પ૦૪ આયંબિલનો પારણોત્સવ
Shantishram News, Diyodar , Gujarat
કાંકરેજની ધન્ય ધારા એ રૂની તીર્થ મધ્યે
પરમ પૂજ્ય કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ
આચાર્યદેવ શ્રીમદ વિજય કલ્પજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય શીલરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં
જેઠસુદ-૩ રવિવાર તા.૧૩/૬/ર૧ ના રોજ
વડા નિવાસી હંસાબેન રમેશચંદ્ર પોપટલાલ શાહના પુત્રવધુ
અ.સૌ.પ્રિતીબેન દિપેશકુમાર શાહના
પ૦૪ આયંબિલનો પારણોત્સવ ખુબજ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવાયો.
તા.૧રની રાત્રે સાંજી, મહેંદી રસમ, દાંડીયા રાસનો પ્રોગ્રામ યોજાયેલ. જેમાં સૌ પરિવારજનો તથા સ્નેહીજનો જોડાયેલ. પારણાના દિવસે સવારે પ્રભાતીયાં નવકારશી,
ત્યારબાદ પૂ.ગચ્છાધિપતિશ્રીના ચતુર્વિધ સંઘ સાથે પાવન પગલાં થયેલ બાદમાં માંગલિક પ્રવચન પૂજ્યશ્રીએ આપેલ. બાદમાં તપસ્વીના પારણાં સ્નેહીજનો એ કરાવેલ.
વધુ વાંચો: પરમ પૂજ્ય ગચ્છા. આ.શ્રી કલ્પજય સૂરીશ્વરજી મ.સા.નો ૩૮ મો આચાર્યપદ દિવસ ઉજવાયો.
ત્યારબાદ સાધર્મિક ભક્તિ યોજાયેલ.બપોરે ૧ર.૩૯ કલાકે શ્રી પાર્શ્વપદ્માવતી મહાપૂજન યોજાયેલ. પધારેલા સૌને પરિવારના રમેશભાઈ, દિપેશભાઈ, ચિરાગભાઈ આદિએ આવકારેલ.
પરિવાર તેમજ પધારેલ સર્વ એ ભાતાખાતામાં સુંદર લાભ લીધેલ. પરિવારના વડીલ રમેશભાઈ પી.શાહ (વડા) દ્વારા જીવદયામાં Jivdaya દરેક પાંજરાપોળમાં Panjarapole સુંદર લાભ લીધેલ.
sponsored
પરમાત્માને ભવ્ય અંગરચના થયેલ. વિધિ વિધાન સંગીતના તાલ સાથે કુણાલભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ.
વધુ વાંચો: પિતાનું ઋણ ચુકવતો કાંકરેજ વડાનો જૈન પરિવાર