કોંગ્રેસે આજે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી એ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને સરકારે બિનજરૂરી પ્રશ્નો ઉભા કરવાને બદલે તમામ ભારતીય નાગરિકોને રસી આપવાના ‘રાજધર્મ’નું પાલન કરવું જોઈએ.કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા Randeep Surjewalaએ ભાજપ BJP પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રસી નો પ્રથમ ડોઝ First Dose લીધો છે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી કોવિડથી સંપૂર્ણ સ્વસ્થ થયા પછી ડોકટરોની સલાહ પર આ રસી મેળવશે.તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી હતી કે જ્યારે ભાજપના ઘણા નેતાઓએ પૂછ્યું હતું કે શું Sonia Gandhi, Rahul Gandhi અને Priyanka Gandhi એ કોરોનાની રસી લીધી છે.
સુરજેવાલાએ એ પણ માહિતી આપી હતી કે પ્રિયંકા ગાંધીએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેણે કહ્યું, ‘આ પછી, 28 માર્ચે તેમના પતિ ને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને તે પણ સંપર્કમાં આવ્યા હતા. રસીકરણ Vaccination માટે ફરજીયાત સમય વીતી ગયા બાદ હવે તે અને તેમના પતિ રસી લેશે .સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે દેશમાં કોરોનાના વ્યાપક ગેરવહીવટ માટે મોદી સરકાર Modi Sarkar અને આરોગ્ય પ્રધાન health minister of india જવાબદાર છે. સુરજેવાલાએ જણાવ્યું હતું કે,છેલ્લા છ મહિનામાં, રસીકરણ અંગે આરોગ્ય પ્રધાન અને સરકારના વ્યાપક ગેરવહીવટ ને કારણે માત્ર 3.51 ટકા લોકોને જ રસી અપાઈ છે. છેલ્લા છ મહિનામાં દરરોજ સરેરાશ 17.23 લાખ લોકોને રસી આપવામાં આવી છે.તેમણે દાવો કર્યો, આ ગતિએ, દેશના 94.50. કરોડ પુખ્ત વયના લોકોનું રસીકરણ કરવામાં વધુ 944 દિવસ લાગશે. આનો અર્થ છે કે આ રસીકરણ 16 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.
સુરજેવાલાએ કહ્યું, બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરવાને બદલે મોદી સરકારે દરરોજ 80 લાખથી એક કરોડ ભારતીય નાગરિકોને રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ , જેથી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 100 કરોડ લોકોનું રસીકરણ થઈ શકે. સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, covid second wave માં ભારતના લોકોને નિરાશ કર્યા પછી, આ લોકોને રાજ્યની ફરજ બને છે કે તમામ લોકોને રસી અપાય.કોંગ્રેસના મહાસચિવએ કહ્યું કે, હર્ષ વર્ધન ભારતના આરોગ્ય પ્રધાન છે અને તેમને ખબર હોવી જોઇએ કે કોંગ્રેસ અધ્યક્ષે કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીને 16 એપ્રિલ, 2021 ના રોજ રસી લેવાની હતી. પરંતુ તેમણે ફ્લૂનાં હળવા લક્ષણો આવ્યા બાદ તેમની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 18 એપ્રિલના રોજ તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હતી. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી અને ડોકટરોની સલાહ પ્રમાણે તેને રસી અપાવાશે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.