ભારતમાં હવે 5G પર કામ ચાલુ થઇ ગયું છે. કંપનીઓ 5G ને લઈને ટ્રાયલ પણ કરી રહી છે. બે દિવસ પહેલા જ અહેવાલ આવ્યા હતા કે Bharti Airtel એ ગુરુગ્રામમાં 5G નું ટ્રાયલ કર્યું હતું. અહેવાલો અનુસાર Airtel ને આ ટ્રાયલમાં અદ્દભુત Speed મળી હતી. જી હા અહેવાલ અનુસાર આ ટ્રાયલમાં 1Gbps ની સ્પીડ મળી આવી હતી. હવે ખાનગી સમાચારના અહેવાલોનું માનવામાં આવે તો Reliance Jio પણ ટ્રાયલમાં લાગી ગઈ છે.વાત કરીએ 5G ટ્રાયલ્સની તો આ ટ્રાયલ માટે કંપનીએ સ્વદેશી Local રીતે વિકસિત 5G ઉપકરણો અને ટેકનીકનો ઉપયોગ કર્યો છે. આ સિવાય કંપનીઓ Samsung, Ericsson અને Nokia જેવા અન્ય વિક્રેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે જેથી આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ ટ્રાયલ્સ શરૂ થઈ શકે.
એક અહેવાલ અનુસાર ઓળખાણ છુપી રાખવાની શરતે એક સિનીયર એક્ઝીક્યુટીવે જણાવ્યું કે Reliance Jio એ મીડ અને mmwave બેન્ડ્સના યુઝથી મુંબઈમાં 5G ટ્રાય કરી રહી છે. જણાવ્યા પ્રમાણે આમાં 4G થી અનેકગણી સ્પીડ મળે છે.અહેવાલમાં જણાવ્યું છે કે 5G ટ્રાયલ માટે જરૂરી સાધનોને ભારતના લોકલ પાર્ટનર Local Partner ની મદદથી બનાવવામાં આવ્યા છે. સાઇટ જમાવટની બાબતમાં Jio નું 5G ટ્રાયલ એકદમ મોટું છે. ટ્રાયલ ટૂંક સમયમાં અન્ય શહેરો અને અન્ય વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત દિલ્હી Delhi , મુંબઈ Mumbai , ગુજરાત Gujarat અને હૈદરાબાદ Haidarabad માં Jio એ ટ્રાયલ એપ્લાય કર્યું છે. DoT દ્વારા 5G ટ્રાયલ માટે તાજેતરમાં જ Airtel, Reliance Jio અને Vodafone Idea ને મંજુરી આપી છે. આ માટે 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ ઉપલબ્ધ કરાવ્યા છે.એટલું જ નહીં વિભાગે આ કંપનીઓને ચીની કંપનીઓની તકનીકનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. DoT એ આ કંપનીઓને એરિક્સન, નોકિયા Nokia અને સેમસંગ Samsung સાથે C-Dot ની ટેકનોલોજી સાથે 5G ટ્રાયલ્સને મંજૂરી આપી હતી. જ્યારે, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ Infocom તેની પોતાની તકનીકનો ઉપયોગ કરીને 5G ટ્રાયલ કરશે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.