દેશભરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ છે. આવામાં વિદેશ જતા વિધાર્થીઓ માટે અલગથી વેક્સિનની વ્યવસ્થા કરવાના ઘણી જગ્યાના અહેવાલ આવ્યા છે. આવુજ કંઇક Surat માં પણ જોવા મળી રહ્યું છે.સુરતમાં કોરોનાના કેસો ઘટતાં હવે પાલિકાએ vaccination પર ખૂબ ભાર મુક્યો છે. દિવ્યાંગો માટે, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે અલગ કેમ્પ રાખ્યા બાદ હવે વિદેશ નોકરી ધંધા માટે જતા લોકો માટે પણ પાલિકાએ અલગ સ્લોટ ફાળવ્યા છે. સુરત મહાનગરપાલિકાની Municipal Corporation વેબસાઈટ પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરીને નોકરી ધંધા માટે International Travel જવા માંગતા લોકોને પ્રાથમિકતા priority આપીને તેમને વેકસીનેશન આપવામાં આવશે.
શું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે? તો પરેશાન ના થશો?

સુરત મનપા દ્વારા ગયા અઠવાડિયે જ વિદેશ અભ્યાસ જતા વિદ્યાર્થીઓ માટે પ્રાયોરિટીના ધોરણે વેકસીનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં 1720 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સામે હાલ 716 વિદ્યાર્થીઓએ જ વેકસિન લીધી છે.સામાન્ય લોકો માટે વેક્સિનેશનના બે ડોઝ વચ્ચે 82 દિવસનું અંતર રાખવામાં આવે છે. પરંતુ વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે 28 દિવસનું અંતર રાખવામાં આવ્યું છે. વિદેશ જતા વિદ્યાર્થીઓની જેમ વિદેશ નોકરી ધંધા કરવા માટે જતા લોકોની પણ માંગ હતી કે તેમને પણ આ વ્યવસ્થા કરી આપવામાં આવે.

વેકસીનેશનનો સ્લોટ ન મળવાથી તેમને પણ મુશ્કેલી પડી હતી. જેથી આ અંગે ફરિયાદ સુરત મનપા તંત્ર પાસે કરવામાં આવી હતી અને વિદેશ Job, Business Travel માટે જવા માંગતા લોકો માટે પણ અલગ સ્લોટ ફાળવવામાં આવ્યા છે.જેમાં વેકસિન લેવા માંગતા લોકોએ કંપનીનો ઓફર લેટર, Offer Latter, ઇન્ટરવ્યૂ લેટર Interview latter , પાસપોર્ટની Passport કોપી વગેરે અપલોડ કરવાની રહેશે. હવે આ માટે રજિસ્ટ્રેશનRegistration પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક