કોરોના કાળમાં વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા હતા જેને લઈને શહેરીજનો વધારાના ખર્ચા કરવાનું ટાળી રહ્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર પૂર્ણ થતાંની સાથે જ શહેરીજનોએ મોજ શોખ માટે રૂપિયા ખર્ચવાનું શરૂ કરી દીધું હોય તેમ RTOની ચોઇસ નંબરની ખરીદીના ડેટા પરથી લાગી રહ્યું છે.કોરોનાની બીજી લહેરને કારણે વાહનોની ખરીદીમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. જેને કારણે ઓટોમોબાઇલ સેક્ટર Auto Mobile Sectorને મોટું નુકસાન થયું હતું સાથે સાથે આરટીઓ કચેરીને પણ વાહનોના રજિસ્ટ્રેશન થી લઈને ચોઇસ નંબરમાં જોઈએ તેવી કમાણી થઈ નહોતી પરંતુ કોરોનાનો બીજો વેવ પૂર્ણ થતાની સાથે જ વાહનોની ખરીદીમાં ઉછાળો નોંધાયો અને ચોઇસ નંબરની ખરીદીમાં પણ શહેરીજનો રસ દાખવી રહ્યા છે.
Adani Group માં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટ ફ્રીઝ થવાના અહેવાલને નકારાયા!!!
તાજેતરમાં વાહનમાં ચોઇસ નમ્બર માટે WC સિરીઝ બહાર પાડવામાં આવી હતી જેમાં મનપસંદ નમ્બર મેળવવા માટે આરટીઓને 697 અરજી મળી હતી જેને કારણે અમદાવાદ Ahmedabad RTO આરટીઓને 74 લાખ રૂપિયાની આવક થઈ છે જે કોરોનાની બીજી લહેર દરમ્યાન માત્ર 12.50 લાખ જ થઈ હતી.કોરોના કાળમાં શહેરીજનોએ આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે જેને કારણે ખૂબ ઓછા શહેરીજનોએ ચોઇસ નંબર લેવાનું પસંદ કર્યું હતું પરંતુ જેવી કોરોનાની Covid Second Wave બીજી લહેર પૂર્ણ થઈ શહેરીજનોએ તેમના પસંદગીના ગોલ્ડન Choice Number અને સિલ્વર નંબરો મેળવવા માટે કોઈ કચાસ બાકી નથી રાખી જેને કારણે આરટીઓની આવકમાં 4 ગણો વધારો નોંધાયો છે.
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ RTO દ્વારા જાન્યુઆરી January મહિનામાં WB સીરીઝ માટે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર 123 શહેરીજનોએ જ ભાગ લીધો હતો..સામાન્ય રીતે 0001 અને 0007 આ બંને નંબરની ડિમાન્ડ ચોઇસ નંબરમાં સૌથી વધુ રહેતી હોય છે. જેને મેળવવા માટે શહેરીજનો લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે આ ગોલ્ડન નંબર 0001 કોરોનાની બીજી લહેર દરમ્યાન ફક્ત 25 હજાર રૂપિયામાં જ વેચાયો હતો જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. કોરોનાની બીજી લહેર બાદ આ જ 0001 નમ્બર 4.01 લાખ રૂપિયામાં વેચાયો છે જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરીજનોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ રહી હશે..
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268