ખિમાણામાં શ્રી સુવિધિનાથ જિનાલયની 104 મી સાલગીરી ઉજવાઈ.
ખિમાણા તીર્થમાં 104 વર્ષ અગાઉ
શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા રાધનપુરથી લાવીને
યતિ મુનિ દ્વારા જેઠ સુદ 2 ને શુક્રવાર ના શુભ દિને પ્રતિષ્ઠિત થઇ હતી.
સં.2077 ના જેઠ શુદ 2 ને શનિવાર તા.12-6-2021 ના
આ શુભ દિને સહુ ભેગા મળીને હર્ષભેર
શ્રી સુવિધિનાથ જિનાલય ની 104 મી સાલગીરીની ધજા
જાખેલ નિવાસી મહેતા સરોજબેન વસંત કુમાર પરિવાર દ્રારા
અષ્ટપ્રકારી પૂજા કરી
ૐ પુણ્યાહં ૐ પુણ્યાહં
ના મધુર ધ્વનિના નાદ સાથે વિજય મુહૂર્તે લહેરાવી હતી.
આ પહેલાં પરમાત્માના અઢાર અભિષેક કરાવવાનો લાભ
ધાણધારા ભીખીબેન કાંતિલાલ પરિવારે લીધો હતો:
તેમજ સાંજે મહાપુજા અને કુમારપાળ મ. ની આરતીનો લાભ
હેબ્રા જોસનાબેન વસંતભાઈએ લીધો હતો.
વધુ વાંચો: ઘાટકોપર મધ્યે “મુનિસુવ્રત સ્વામી ચરિત્રમ્” એક પ્રાચીન ગ્રંથનું વિમોચન યોજાયું.
ત્રણે ટાઈમની સાધર્મિક ભક્તિનો લાભ
હેબ્રા લીલાબેન જ્યંતિલાલની ત્રણેય દીકરીઓ એ
પુ. વીતરાગરુચિ મ. સા. ની પ્રેરણાથી
(- ચિં. કૃણાલ પ્રવીણભાઈ) —સરોજબેન વસન્ત ભાઈ —ચેતનાબેન વિપુલભાઈ એ
લીધો હતો.
આ પ્રસંગે ધાણધારા ભીખીબેન કાંતિલાલ પરિવાર દ્વારા
સર્વને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદથી ખિમાણા લક્ઝરી બસના દાતાનો લાભ
હેબ્રા પુરીબેન હરગોવનદાસ પરિવારે લીધો હતો.
પંડિતશ્રી જયદીપભાઈ સુરાણી દ્વારા સુંદર વિધિવિધાન સાથે
સંગીતકાર શ્રી સુશીલભાઈ ખાબીયાએ પ્રભુભક્તિની હ્રદયમંગ રમઝટ બોલાવી હતી.
આવતી સાલગીરીના ખુબજ સુંદર ચડાવાની બોલી બોલાઈ હતી,
તેમાં ધજાદંડનો લાભ હેબ્રા ડાહીબેન વર્ધીલાલ હ. મુક્તિભાઈએ લીધેલ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક:
કૃણાલ શેઠ, મો. 9427535268