ઘાટકોપર મધ્યે “મુનિસુવ્રત સ્વામી ચરિત્રમ્” એક પ્રાચીન ગ્રંથનું વિમોચન યોજાયું.
Shantishram News, Diyodar , Gujarat
ઘાટકોપર, મુંબઈ મધ્યે નવરોજી લેન મુકામે
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજહંસ સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા
ગુરુભગવંતો ની પાવન નિશ્રામાં
પ્રાચીનકાળમાં શ્રી પદ્મપ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબ નિર્મિત
હસ્તલિખિત ગ્રંથ
“મુનિસુવ્રત સ્વામી ચરિત્રમ્”
નું વિમોચન યોજાયું.
વધુ વાંચો: દીઓદર જૈન સંઘમાં પૂ.આ.યશોભદ્રસૂરી મ.સા.નો સંયમ અમૃતમહોત્સવ યોજાયો.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી સોમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા
પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
છેલ્લા ઘણા વર્ષથી આ ગ્રંથનું સંપાદન કરતા હતા
જેની પૂર્ણાહુતિ થતા પૂજ્ય ગુરૂદેવશ્રીની નિશ્રામાં
શ્રી સંઘને “મુનિસુવ્રત સ્વામી ચરિત્રમ્” ગ્રંથ સમર્પણ કરવામાં આવ્યો.
વધુ વાંચો: પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબનું આગામી ચાતુર્માસ સુરત મધ્યે યોજાશે.
આ પ્રસંગે શ્રી ઘાટકોપર જૈન સંઘ Ghatkopar Jain Sangh ના પ્રમુખ શ્રી કિર્તીભાઈ,
શ્રી નીતિનભાઈ સંઘવી, શ્રી નીતિનભાઈ દોશી આદિ શ્રેષ્ઠીવર્યો દ્વારા
ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે.
ધન્ય જિનશાસન !!!!
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક:
કૃણાલ શેઠ, મો. 9427535268