Shantishram News, Diyodar , Gujarat
મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે વરસાદના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે એક વીડિયો મુંબઈના ઘાટકોપર વિસ્તારથી સામે આવ્યો હતો. Mumbai ના ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર અચાનક જમીનમાં સમાઈ ગઈ હતી. વીડિયો મુંબઈના ઘાટકોપર વેસ્ટની રામાનિવાસ સોસાયટીનો હતો.આ સોસાયટીમાં પંકજ મેહતા નામના એક વ્યક્તિએ પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી અને વરસાદના કારણે અચાનક જ કાર જમીનની અંદર ઘુસી ગઈ. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરાંત આસપાસની કારને પણ કોઈ પ્રકારનું નુકસાન થયુ નથી.
મુંબઇના ઘાટકોપરમાં એક વિચિત્ર ઘટના સામે આવી, જ્યાં રામનિવાસ સોસાયટી નજીક પાર્ક કરેલી કાર અચાનક એક ઉંડા ખાડામાં ગરકાવ થઇ ગઇ. જોતજોતામાં આખેઆખી કાર ઉંડા પાણીના કુવામાં ગાયબ થઇ ગઇ. મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદને પગલે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર કાર જ્યા પાર્ક કરાઇ હતી ત્યાં એક ઉંડો કુવો હતો અને સમયાંતરે આ કુવાનું પુરાણ કરીને રોડ બનાવી દેવાયો હતો. જોકે ભારે વરસાદને પગલે કુવો બેસી ગયો અને પાર્ક કરેલી Car કુવામાં ડૂબી ગઇ હતી. ઘટનાની જાણ થયા બાદ જ ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં આવી હતી. સદ્દભાગ્યે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
જાણો કયા કરદાતાઓએ આવતા મહિનાથી ડબલ TDS ચૂકવવો પડી શકે છે!!!!
જો કે કાર જમીનમાં સમાઈ જવાની ઘટનાને લઈ બીએમસીનું કહેવુ છે કે ઘાટકોપરની એક પ્રાઈવેટ સોસાયટીમાં કાર ડૂબવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અમને જાણકારી મળી છે કે પાર્કિંગ એરિયામાં કુંવો હતો. કુંવાના અડધા હિસ્સાને આરસીસીથી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ કાર કુંવાના એ જ હિસ્સામાં પાર્ક હતી. જ્યારે કુંવાનો એક ભાગ તૂટ્યો ત્યારે કાર ધીમે ધીમે એમાં સમાઈ ગઈ હતી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268