દીઓદર જૈન સંઘમાં ડહેલાના સમુદાયના વડીલનાયક પરમ પૂજ્ય આચાર્ય યશોભદ્રસૂરી મ.સા.ના સંયમના 75 વર્ષની ઉજવણી સ્વરૂપ સંયમ અમૃત મહોત્સવ યોજાયો.
Shantishram News, Diyodar , Gujarat
દીઓદર નગરે
પૂ.વડીલ નાયક પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.,
પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા
પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનનિશ્રામાં
પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.ના
સંયમજીવનના ૭પ વર્ષની પૂર્ણતાના અવસરે
સંયમ અમૃત મહોત્સવ
અંતર્ગત
ત્રિ-દિવસીય મહોત્સવ યોજાઈ ગયો.
તા.૧૧/૬/ર૦ર૧ના સવારે જીનાલયમાં મુળનાયક પરમાત્મા શાંતિનાથ દાદાનો શક્રસ્તવ અભિષેક યોજાયેલ.
અભિષેક હાર્દિક શાહે વિધિ વિધાન સહ લાભાર્થી
હસાણી પ્રભાબેન કિર્તીલાલ (લાટીવાળા) પરિવાર દ્વારા કરાયેલ.
સંગીતની રમઝટ શોમીલ શાહે મચાવેલ.
બપોરે સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયેલ.
પેડાની પ્રભાવના થયેલ.
સાંજે સંગીતના તાલ સાથે સંધ્યાભક્તિ માણેલ
તા.૧રના રોજ સવારે જીનાલયમાં
સમૂહ ભક્તામર પ્રાર્થના થયેલ.
બાદમાં કોરોનાની મહામારીમાં વિશ્વશાંતિ અર્થે
નવકારભાષ્ય જાપ ની અનોખી સાધના યોજાયેલ.
જેમાં ૧૦ જેટલા ભાગ્યશાળી પરિવારોએ લાભ લીધેલ.
બપોરે સંઘ સ્વામિવાત્સલ્ય યોજાયેલ.
જેનો લાભ કાંતાબેન અમૃતલાલ કીકાણી પરિવારે લીધેલ.
સાંજે સંઘ સ્વામીવાત્સલ્ય યોજાયેલ.
તા.૧૩ ના રોજ નવકારશી બાદ પૂ.યશોભદ્રસૂરિવરની
સાધના સપ્તપદીનો હાર્દિક શાહે તથા સોમિલ શાહે
સંગીતના તાલ સાથે કાર્યક્રમ કરાવી ભાવવિભોર બનાવેલ.
સૌએ પૂજયગુરૂદેવને વંદના સહ દીર્ઘાયુની પ્રાર્થના કરેલ.
બાદમાં સંઘ સ્વામિવાત્સલ્ય યોજાયેલ.
જેનો લાભ દોશી ચંદુલાલ બાપુલાલ પરિવારે લીધેલ.
વધુ વાંચો:સમસ્ત મહાજન દ્વારા 40 પાંજરાપોળમાં 25 લાખના ચેક વિતરણ કરાયા
ગુરૂ પૂજનનો લાભ દોશી ચંદુબેન બાપુલાલ પરિવારે લીધેલ
તેમજ પૂજ્યશ્રીને કામળી વહોરાવવાનો લાભ
દોશી રસિલાબેન કિર્તીલાલ પરિવાર(ઈસરવા) એ લીધેલ.
આ પ્રસંગે ગતરોજ યોજાયેલ નવકાર ભાષ્ય જાપના પાંચ કળશની ઉછામણી થયેલ.
જૈનસંઘ ટ્રસ્ટી મંડળ દ્વારા પૂજ્યશ્રીને ઓધો અર્પણ કરાયેલ.
પૂ.આ.પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવેલ કે
પૂજ્યગુરૂભગવંતે એવી અનેરી આરાધના કરી કે જે પ્રેરણારૂપ છે.
પૂજ્યશ્રી હંમેશાં હસ્તાજ રહ્યા છે.
તેમણે જણાવેલ કે આ પાવન અવસરે
ગુરૂભક્ત પરિવાર દ્વારા ૧૧ પરિવારોને
પાંચ હજારની સાધર્મિક ભક્તિ છ મહિના સુધી કરવામાં આવશે.
પાંજરાપોળના પ્રમુખ કનુભાઈ દોશી,
જૈનસંઘના પ્રમુખ રમણિકલાલ ડી.શાહ આદિએ પ્રવચન આપેલ.
આ પ્રસંગે દીઓદરના માજી ધારાસભ્યશ્રી માનસિંહજી વાઘેલા તથા
સરપંચશ્રી ગીરીરાજસિંહ વાઘેલા નું બહુમાન
દીઓદર જૈન સંઘ દ્વારા કરવામાં આવેલ.
વધુ વાંચો: પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબનું આગામી ચાતુર્માસ સુરત મધ્યે યોજાશે.
દીઓદર ગામમાં સંઘ સાથે જાેડાયેલ પરિવારોને ગુરૂભક્ત પરિવાર દ્વારા પાંચગ્રામ ચાંદીની ગીની, અર્પણ થયેલ તેમજ
રૂા.૧૦૦ ની પ્રભાવના તથા ગુરૂભક્ત પરિવાર દ્વારા બદામની પ્રભાવના થયેલ.
આ પ્રસંગે મહેતા ડોહજીભાઈ હેમજીભાઈ પરિવાર દ્વારા નિર્માણ પામેલ
શ્રી કલ્પદ્રુમ શાંતિનાથ જીનાલયનો વહીવટ
દીઓદર જૈનસંઘને ચાવી આપી સુપ્રત કરવામાં આવેલ.
પૂજ્યશ્રીનો સંયમ અમૃત મહોત્સવ સુંદર રીતે યોજાઈ ગયો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268