ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ કારણથી ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે. જો કોઇનું કહેવું છે કે મને ક્યારેય ગુસ્સો નથી આવતો તો તે ખોટું છે. કારણ કે આ એક સામાન્ય ભાવાનાત્મક પ્રતિક્રિયા છે. પરંતુ ગુસ્સા આવવાની તીવ્રતા અને પરિસ્થિતિમાં ફરક જોવા મળે છે. કેટલાક લોકોને ઓછો અને વિષમ પરિસ્થિતિઓમાં ગુસ્સો આવે છે તો કોઇને નાની-નાની બાબતો પર જલ્દી અને ખૂબ જ ગુસ્સો આવે છે. એવી પરિસ્થિતિમાં તેઓ પોતાની ઉપરથી નિયંત્રણ ગુમાવી દે છે અને સામેવાળા વ્યક્તિને એવા શબ્દ બોલી દે છે જેના માટે પાછળથી પછતાવુ પડે છે. આ પ્રકારના લોકોને શોર્ટ ટેમ્પર્ડ બોલવામાં આવે છે. જો તમને પણ કોઇ વાત પર જલ્દી અને તીવ્ર ગુસ્સો આવે છે, તો તમારે જરૂર છે તેને કાબૂમાં રાખવાની. કારણ કે સામેવાળા વ્યક્તિ માટે તો આ ઠીક નથી, તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. જાણો, કેટલાક ઉપાય વિશે જેને અજમાવીને તમે ગુસ્સાને કેટલીય હદ્દ સુધી કંટ્રોલ કરી શકો છો.
કોરોના બાદ કેમ વધી રહ્યા છે પેનિક એટેકના કેસ,જાણો તેની પાછળ ના કારણો
જો તમે કોઇ વાત પર તીવ્ર અને વધારે ગુસ્સો આવી રહ્યો છે તો એવી પરિસ્થિતિમાં તમે ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ કરો. આ ઉપાય એક મેડિટેશનના રૂપમાં કામ કરશે અને તમારા મનને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ગુસ્સા આવવાની પરિસ્થિતિમાં કંઇ પણ બોલતા પહેલા ઊંધી ગણતરી કરવાનું શરૂ કરી દો. તેનાથી તમારો ગુસ્સોની તીવ્રતામાં તો ઘટાડો આવશે જ આ સાથે જ તમે ગુસ્સામાં અજાણતા જ જે ખોટા શબ્દો બોલવા જઇ રહ્યા હશો તે બોલવામાં પણ પોતાની પર કંટ્રોલ કરી શકશો.
ઠંડું પાણી પીઓ
ગુસ્સાને શાંત કરવા માટે એક ગ્લાસ ઠંડાં પાણીનો સહારો લઇ શકાય છે. એવામાં તમે તમારા ગુસ્સાને થોડોક ઠંડો કરી શકશો અને કંઇ પણ બોલતા પહેલા થોડુક વિચારી શકશો. આ સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક થશે.
મ્યુઝિક સાંભળો
કોઇ વાતને વિચારીને જો તમને વધારે ગુસ્સો આવી રહ્યો છે તો તમે મ્યુઝિક થેરાપીનો સહાર લો. ગુસ્સો આવવાની પરિસ્થિતિમાં તમે કોઇ એવા ગીત સાંભળવાનો પ્રયાસ કરો જે તમને સુકૂન આપે.
મેડિટેશન કરો
જે લોકોને ગુસ્સો વધારે અને જલ્દી આવે છે તે લોકોએ દરરોજ થોડીકવાર મેડિટેશન કરવાની જરૂર છે. મેડિટેશનને પોતાની દિનચર્યામાં સામેલ કરવાથી ધીમે-ધીમે વ્યક્તિ પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરવાનું શીખી જાય છે.
સારી, પૂરતી ઊંઘ લો
ઘણીવાર જોવા મળે છે કે ભરપૂર ઊંઘ ન લેવાને અને થાકની પરિસ્થિતિમાં પણ લોકો ચિડચિડિયા બની જાય છે અને જલ્દી ગુસ્સો કરવા લાગે છે. જો તમને પણ મોટાભાગે નાની-નાની વાત પર ગુસ્સો આવે છે તો તમને સારી અને પૂરતી ઊંઘ લેવાની ખૂબ જ જરૂર છે. આ તમારા ગુસ્સાને કંટ્રોલ કરવામાં મદદ કરશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268