જો ગર્ભાવસ્થામાં પોટેશિયમની કમી થઈ જાય તો તેના કારણે માતા અને શિશુના આરોગ્યને લઇને કેટલીક તકલીફ પડે છે. નિષ્ણાંતો અને તબીબો કહે છે કે રક્તવાહિનીઓમાં પોટેશિયમનું સામાન્ય સ્તર 3.5થી પાંચ મીની મોલ્સ હોય છે. ગર્ભાવસ્થાના પહેલા તબક્કામાં પોટેશિયમનું સ્તર 3.6 થી 5, સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં 3.3 અને 5 તેમજ ગર્ભાવસ્થાના ત્રીજા તબક્કામાં 3.3 થી 5.1 હોય તે જરુરી છે. જયારે પોટેશિયમ લેવલ તેના કરતાં ઘટી જાય છે ત્યારે હાઇપોકેલેમિયાની સ્થિતિ સર્જાઈ શકે છે.સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં લો પોટેશિયમ લેવલને કારણે કેટલીક સ્થિતિ સર્જાઈ શકે છે. hypoxic પેરાલિસિસથી થતા હોય છે. તેના કારણે પગ અને આંખની માંસપેશીઓમાં ક્યારેય નબળાઈ આવી જાય છે. હાર્ટના ધબકારા વધી જાય છે. જેના કારણે કાર્ડિએક અરેસ્ટ આવી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન લો પોટેશિયમ લેવલને કારણે હાઇ બ્લડપ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે છે.
નાના બાળકો માટે જરૂરી નથી માસ્ક : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ
અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સગર્ભા અવસ્થામાં મહિલાઓના પગમાં હંમેશા માટે વધારો થાય છે. યુનિવર્સિટી ઓફ લોવાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મુજબ સગર્ભા અવસ્થા વેળાએ મહિલાઓના પગની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે.અભ્યાસના ભાગરૂપે 29 ટકા મહિલાઓને આવરી લેવામાં આવી હતી અને તેમના ફેરફારો પર નજર રાખવામાં આવી રહી હતી. આ પૈકી મોટાભાગની મહિલાઓ પ્રથમ વખત માતા બની હતી. જ્યારે 17 ટકા બીજી વખત અને 3 ટકા ત્રીજી વખત માતા બનનાર મહિલાઓ હતી. સરેરાશ મહિલાઓની લંબાઈ અને પહોળાઈ વધારો જોવા મળ્યો છે અને આ વધારો 0.1 થી 0.4 ઇંચ સુધીનો થયો છે. એકંદરે 60 થી 70 ટકા મહિલાઓ બાળકના જન્મ બાદ તેમના પગમાં કદમાં વધારો થાય છે તેવો અનુભવ કરે છે.
11 %મહિલાઓએ તેમના શૂઝના કદમાં ફેરફાર થયો હોવાની કબૂલાત કરી છે. આવનાર દિવસોમાં આ અભ્યાસના તારણો લઈને વધુ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે મહિલાઓએ બેથી ત્રણ બાળકોને જન્મ આપવા ઇચ્છતી મહિલાઓમાં આવા કોઈ ફેરફાર જોવા મળ્યા નથી તેવું પણ જાણવા મળ્યું છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268