બાબા રામદેવ અને એલોપેથી નો વિવાદ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બાબા રામદેવ વેક્સિન સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. તેમના વિવાદ અને વાયરલ વિડીયોમાં બાબા રામદેવ પર સવાલો ઉઠ્યા હતા કે તેઓ વેકિસનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ રામદેવે હવે કહ્યું છે કે તેઓ જલ્દી જ વેક્સિન લેશે.આ સાથે જ રામદેવે કહ્યું છે કે યોગ કોરોનાથી થનારી જટિલતાથી બચાવે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો. PM મોદીએ 21 જુનથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન ફ્રી આપવાની જાહેરાત કરી છે. ત્યારે રામદેવનું કહેવું છે કે દવા જ નહીં, ટેસ્ટ અને ઓપરેશન માફિયા પણ છે. જે દર્દીઓને લુંટી રહ્યા છે.રામદેવે કહ્યું કે તેની લડાઈ ખોટા કામ કરનારા લોકો સામે છે. તેમજ રામદેવે જણાવ્યું કે તે ફેસબુક અને ટ્વીટર પર જેનેરિક દવાનું લીસ્ટ મુકાશે. જે દવા માત્ર 2 રૂપિયામાં વેચાય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીઓની દવા અનેક ઘણી મોંઘી છે.
કોરોના બાદ હવે લોકો ત્વચા,વાળ અને નખનાં રોગોના થઈ રહ્યા છે શિકાર