વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની વર્તમાન કોરોના પરિસ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે દેશને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારના રસીકરણ કેન્દ્રોમાં 21 જૂનથી 18 વર્ષની ઉપરનાં તમામ લોકોને કોરોના રસી મફતમાં મળશે.”પીએમ મોદીના આ નિર્ણયને બધા દેશવાસીઓએ આવકાર્યો છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં રસીના જુદા જુદા ચાર્જ વસુલ કરવામાં આવતા હતા. પરંતુ, હવેથી ખાનગી હોસ્પિટલો વેક્સિનનાં વધારે ચાર્જ નહી લઈ શકે. કારણ કે,સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે વેક્સિન ચાર્જ નક્કી કરાયા છે.ભારત સરકાર કુલ વેક્સિન ઉત્પાદનનાં 75% વેક્સિન ખરીદીને રાજ્ય સરકારને મફત આપશે અને દેશનાં એકપણ રાજ્યએ વેક્સિન માટે કોઈ પણ ખર્ચ કરવો પડશે નહિ.
કોવેક્સિન માટે WHO સહિત 60 દેશમાંથી મળી શકે છે એપ્રૂવલ
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર રાજ્યોને વેક્સિન ખરીદીને આપશે. જેથી રાજ્ય સરકારે વેક્સિન પર કોઈ પણ પ્રકારનો ખર્ચ નહિ થાય. આ વ્યવસ્થા આગામી બે અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે અને આ બે અઠવાડિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને નવા દિશા નિર્દેશો અનુસાર કાર્ય કરશે.વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં દેશના કરોડો લોકોને નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવી છે. હવેથી 18 વર્ષની ઉપરનાં તમામ લોકોને કોરોના રસી મફતમાં આપવામાં આવશે, ઉપરાંત વેક્સિન ઉત્પાદકો પાસેથી ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો 25 % જેટલી રસી લઈ શકે એ સિસ્ટમ પણ હાલ ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં રસીના જુદા જુદા ચાર્જ વસુલ કરવામાં આવતા હતા. પરંતુ હવે ખાનગી હોસ્પિટલો વેક્સિનની નિર્ધારિત કિંમત 150 રૂપિયાથી વધુ ચાર્જ લઈ શકશે નહિ અને આ માટે દેખરેખનું કાર્ય રાજ્ય સરકાર ને આપવામાં આવ્યું છે.
ઉપરાંત વડાપ્રધાને દેશના તમામ લોકોને અપીલ કરી હતી કે વેક્સિન અંગેની અફવાને ટાળીને રસીકરણ અંગે જાગૃતિ લાવવા સરકારને મદદ કરો, જેથી કોરોના સંક્રમણને નાથી શકાય. વધુમાં જણાવ્યું કે, 2014 માં દેશમાં રસીકરણનું કવરેજ 60 % હતું, પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષમાં તે વધીને 90% જેટલું કરવામાં આવ્યું હતું.મહત્વપૂર્ણ છે કે, કોરોનાનાં પ્રારંભિક સમયમાં પ્રધાનમંત્રીએ અનેક વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં કોરોના સામેનાં સરકારનાં નિર્ણયો અંગે લોકોને અવગત કરતા હતા.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268