WhatsApp નું મલ્ટિ ડિવાઇસ સપોર્ટ ફીચર લોંચ કરતા પહેલા એક જ ડિવાઇસમાં ફક્ત એક જ વોટ્સએપ એકાઉન્ટ ચાલતુ હતું. અત્યાર સુધી જો એક ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટ લોગ ઇન રહે છે. તેમ છતાં પણ જો તમે બીજા ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટથી લોગ ઇન કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ ઓટોમેટિક પ્રથમ ડિવાઇસ પરથી લોગઆઉટ થઇ જાય છે.આ સમસ્યા વોટ્સએપના નવા અપડેટ પછી સમાપ્ત થઈ શકે છે. તેમજ યુઝર્સને ફરીથી અન્ય ડિવાઇસ એકાઉન્ટ્સમાંથી લોગ- ઇન કે લોગ આઉટ થવું પડશે નહિ .જુદી જુદી ડિવાઇસ પર વોટ્સએપની મલ્ટિ ડિવાઇસ સપોર્ટ સુવિધાને સક્રિય કરવા માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી મોકલી શકાય છે. ઓટીપી વેરિફિકેશન પછી એક જ વોટ્સએપ એકાઉન્ટને ચાર ડિવાઇસીસ પર એક્સેસ કરી શકાય છે.
ગુગલ ક્રોમના આ અપડેટથી સર્ચિંગ અને ડાઉનલોડીંગ થશે વધુ સરળ, જાણો શું છે આ અપડેટ ??
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ તેના યુઝર્સની સુવિધા માટે સમયાંતરે નવી સુવિધાઓ લોન્ચ કરવાનું ચાલુ રાખ્યું છે. આવું જ એક નવું ફીચર વોટ્સએપ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. વોટ્સએપનું નવું ફીચર મલ્ટિ ડિવાઇસ સપોર્ટ ફીચર હશે. WhatsApp નું નવું ફીચર WhatsApp અપડેટ્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfo પરથી જાણવા મળ્યું છે. નવા ફિચર અપડેટ પછી વોટ્સએપ યુઝર્સ એક સાથે ચાર ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટને એક્ટિવ રાખવામાં સક્ષમ રહેશે.WhatsApp નું મલ્ટિ ડિવાઇસ સપોર્ટ ફીચર લોંચ કરતા પહેલા એક જ ડિવાઇસમાં ફક્ત એક જ વોટ્સએપ એકાઉન્ટ ચાલતુ હતું. અત્યાર સુધી જો એક ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટ લોગ ઇન રહે છે. તેમ છતાં પણ જો તમે બીજા ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટથી લોગ ઇન કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ ઓટોમેટિક પ્રથમ ડિવાઇસ પરથી લોગઆઉટ થઇ જાય છે.
વોટ્સએપના મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફિચરની સાથે કંપની ડિસએપયરિંગ મોડ અને વ્યુ વન્સ એકવાર સુવિધા આપી શકે છે. ડિસએપયરિંગ સુવિધામાં, સંદેશાઓ ચોક્કસ સમય પછી ઓટોમેટિક દૂર થઇ જશે. તેમજ વોટ્સએપના વ્યૂ વન ફિચર પણ ડિસએપયરિંગ સુવિધા સાથે કામ કરશે. મતલબ કે યુઝર્સ ચેટમાં રહેલા ફોટા અને વિડિઓઝ જોઈ શકાશે. જો કે તેમને ડાઉનલોડ કરવાની કોઈ સુવિધા રહેશે નહીં.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268