દેશભરમાં વેક્સિનને લઈને તકલીફ સર્જાઈ રહી છે.
રાજ્ય સરકારોને પણ વેક્સિન ખરીદવાની છૂટ બાદ ઘણા વિવાદો સામે આવ્યા છે.
દેશમાં ઠેર ઠેર વેક્સિનની અછતના પણ સમાચારો આવતા રહે છે.
આ વચ્ચે પંજાબ સરકાર પર મોટા આરોપ લાગ્યા છે.
સામાન્ય માણસ સુધી વેક્સિન પહોંચાડવાના આ સમયમાં પંજાબ સરકાર પર વેક્સિનને લઈને ખુબ ગંભીર આરોપ લાગ્યા છે.
આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સરકારે કમાણી કરવા માટે વેક્સિન કૌભાંડ કર્યું છે.
પંજાબ સરકાર પણ સરકારી ભાવે વેક્સિન ખરીદીને પ્રાઈવેટને આપી મોટો નફો કમાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
આ આરોપ મુક્યો છે શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે
પંજાબ સરકાર વેક્સિનની કુત્રિમ અછત પેદા કરીને લોકોના જીવ સાથે રમત રમી રહી છે.
આ સાથે સ્વાસ્થ્ય મંત્રી પર પણ આરોપ લગાવતા કહ્યું કે તેઓ 400 રૂપિયાના સરકારી ભાવે વેક્સિન ખરીદીને પ્રાઈવેટ હોસ્પિટલને 1060 રૂપિયામાં વેચી રહ્યા છે.
અને આમાંથી નફો કમાઈ રહ્યા છે.
એટલું જ નહીં આ બાબતે ના માથે ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
આટલું કહેતા તેમણે ગણતરી બદ્ધ રીતે દર્શાવ્યું છે કે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં 1500 થી 2000 રૂપિયાના ભાવે વેક્સિન લેવી પડે છે.
સુખબીર બાદલે માંગ કરી છે કે Health Minister સામે કેસ દાખલ કરવામાં આવે.
તે જ સમયે તેમણે રાહુલ ગાંધીને
Rahul Gandhi પણ આડેહાથ લીધા છે
અને સવાલ પૂછ્યો છે કે તેઓ બધા માટે મફત વેક્સિનની માંગણી કરી રહ્યા છે,
જ્યારે Punjabમાં 1500 રૂપિયામાં વેક્સિન આપવામાં આવી રહી છે.
તો શું તેઓ આને સમર્થન આપી રહ્યા છે?
આગળ કહ્યું કે માત્ર મોહાલીમાં Mohali એક દિવસમાં લગભગ બે કરોડ રૂપિયાનો લાભ કમાવવા પ્રાઈવેટ સંસ્થાઓને 35000 વેક્સિનના ડોઝ વેચવામાં આવ્યા છે.
આટલું જ નહીં સરકાર પર આરોપ વરસાવતા એમ પણ કહ્યું કે ચીફ સેક્રેટરી વિની મહાજન ટ્વીટ કરીને લોકોને ખાનગી હોસ્પિટલોમાં રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આમ કરીને સરકારે રસી વિતરણને કોર્પોરેટરાઇઝ કરીને લોકો પ્રત્યેની પોતાની જવાબદારી ત્યજી દીધી છે.
આરોગ્ય પ્રધાન બલબીર સિદ્ધુએ આ બાબતે કહ્યું કે ખોટું બોલવાની પણ એક હદ હોય છે.
સુખબીર બાદલ એકદમ ખોટું બોલી રહ્યા છે.
રાજ્યોમાં વેક્સિનનો અભાવ છે, તે જાણીતું છે.
આરોગ્ય વિભાગ ન તો વેક્સિનની ખરીદી કરી રહ્યું છે
અને ન વિતરણ કરી રહ્યું છે.
આ માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે.
અમારું કામ માત્ર રસીકરણ કરવાનું છે.
ખાનગી હોસ્પિટલો વેક્સિન જાતે ખરીદી અને આપી રહી છે.
સિદ્ધુએ કહ્યું કે તેમ છતાં અમે તપાસ કરાવીશું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268