તાજેતરમાં UAE તરફથી બોલીવુડ સ્ટાર સંજય દત્તને ગોલ્ડન વિઝા મળતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
આ બાદ અબુ ધાબીમાં રહેતા એક 45 વર્ષના ભારતીયને પણ આ વિઝા મળ્યા છે.
UAE ફેડરલ ઓથોરીટી ફોર આઇડેન્ટિટી એન્ડ સિટીઝનશીપ તરફથી 3 મેના રોજ ગોલ્ડન વિઝાની શરૂઆત થઇ છે.
યુએઈએ વર્ષ 2019 માં ગોલ્ડન વિઝા રજૂ કર્યા હતા. યુએઈ સરકારના પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી મુજબ,
લાંબા સમય સુધી દેશમાં રહેવા માંગતા લોકો માટે ગોલ્ડન વિઝાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
કોઈ કામ કરવા, બીજા દેશોથી UAE માં રહેવા કે વગર નેશનલ સ્પોન્સરે અભ્યાસ કરવા માટે આવે છે
તેમના માટે ખાસ આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ વિઝામાં UAE માં 100% માલિક હક સાથે બિઝનેસ કરવાની સુવિધા મળશે.
વિઝા મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ 5 કે 10 વર્ષ સુધી દુબઈ કે અન્ય શહેરમાં રહી શકે છે.
આ સમય સુધી વિઝા રીન્યુ કરાવવાની પણ જરૂર નહીં રહે.
દાયકાનાં અંત સુધીમાં નાસા શુક્ર પર લોન્ચ કરશે બે નવા મિશન, જાણો પ્રોજેક્ટની ખાસ વાત
તેની શરૂઆત રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને યુએઈના શાસક શેઠ મોહમ્મદ બિન રશીદ અલ મખતૌમે કરી હતી.
Dubai UAEમાં સૌથી મોટું શહેર છે અને અને કોરોના વાયરસની અસરો ત્યાં પણ વર્તાઈ રહી છે.
કોરોનાના કારણે પ્રવાસીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2020 માં ગોલ્ડન વિઝાની મંજૂરી વિશેષ ડિગ્રી, ડોકટરો, વૈજ્ઞાનિકો માટે આપવામાં આવી.
એટલું જ નહીં Golden Visa Dubai જેને મળે છે તેને સરકાર સુરક્ષાની ગેરંટી પણ આપશે.
આ વિઝા જાહેર કરતી વખતે યુએઈ સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે તે આવનારા સમયમાં UAE ને પોતાનું ઘર બનાવવાનું વિચારી, પ્રવાસીઓ, રોકાણકારોને Investor સુરક્ષા પૂરી પાડશે.
UAE માં સૌથી વધુ પ્રવાસી આબાદી ભારતીયની છે.
અહેવાલ અનુસાર 90 % Visitor માં 30% Indian હોય છે.
જે ત્યાં વેપાર, નોકરી, અભ્યાસ કરી રહ્યા છે.
અહેવાલો તો એમ પણ કહે છે કે UAE માં રહેતા ઘણા ભારતીયને આ વિઝા મળ્યા છે.
શું છે આ SIP??? SIP માં રોકાણ કરવા થી ફાયદો થશે કે નુકશાન ?
જો તમે પણ ગોલ્ડન વિઝા માટે એપ્લાય કરવા માંગતા હોવ તો ICA ની વેબસાઈટ પર જઈને તેમનો સંપર્ક કરી શકો છે.
આ સિવાય આ સિવાય યુએઈના વિદેશ મંત્રાલય હેઠળ કાર્યરત રહેવાસી અને વિદેશી બાબતોના જનરલ ડિરેક્ટર દ્વારા પણ અરજી કરી શકાય છે.
ICA દ્વારા ફક્ત ઓનલાઇન અરજી કરી શકાય છે,
GDRFA માં ઓનલાઇન અને ઓફલાઇન બંને અરજી કરવાની સુવિધા છે.
વિઝા માંગતા વ્યક્તિઓએ તેમના વ્યવસાયને યુએઈમાં સ્થળાંતર કરવા સંબંધિત જરૂરી દસ્તાવેજો કરવા પડશે.
રોકાણકારો 10 વર્ષના વિઝા માટે અરજી કરી શકે છે.
આ માટેની શરત એ છે કે યુએઈ ચલણ દિરહમમાં તેમની આવક એક કરોડથી વધુ હોવી જોઈએ.
આવેદક રોકાણ નિધિ અથવા કંપનીના રૂપમાં અરજી કરી શકે છે.
જોકે કુલ Investment નો ઓછામાં ઓછો 60 ટકા હિસ્સો સંપત્તિના રૂપમાં ન હોવો જોઈએ,
રોકાણ કરેલી રકમ ઉધાર આપવી જોઈએ નહીં.
સંપત્તિના કિસ્સામાં રોકાણકારોની સંપૂર્ણ માલિકી હોવી જોઈએ.
ડોકટરો, સંશોધનકારો, વૈજ્ઞાનિકો અને કલાકારો, આવી વિશેષ પ્રતિભા ધરાવતા લોકોને તેમના સંબંધિત વિભાગ અને ક્ષેત્રો દ્વારા આપવામાં આવેલી માન્યતા પછી 10 વર્ષના વિઝા આપી શકાય છે.
તેમના જીવનસાથી અને બાળકોને વિઝા પણ આપવામાં આવશે.
પાંચ વર્ષના વિઝા માટેના નિયમો મોટાભાગે રોકાણકારો માટેના નિયમો જેવા જ હોય છે.
ફરક માત્ર એટલો છે કે જરૂરી રોકાણ રકમ 50 લાખ દિરહમ પર નિર્ધારિત છે.
હાઇસ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુએઈમાં 5 વર્ષના રેસિડેન્સી વિઝા માટે પાત્ર છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268