હાલમાં દેશમાં કોરોનાને નાથવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. સરકાર પણ વેક્સિનનાં અભિયાનને વેગ આપવા માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ હાલ વેક્સિનની અછતને કારણે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે એક રાહતનાં સમાચાર મળી રહ્યા છે કે જો સરકારની મંજુરી મળશે તો ભારતમાં ફાઇઝર રસીનો પહેલો જથ્થો આવતા મહિનાથી આવે તેવી સંભાવના છે.ભારતમાં રશિયાની સ્પુતનિક વેક્સિનને માન્યતા આપ્યા બાદ હવે બીજી વિદેશી વેક્સિન પણ ભારતમાં મંજુરી મેળવવા માટે થનગની રહી છે. જો ફાઈઝર વેકિસનને મંજુરી આપવામાં આવશે તો દેશમાં આવતા મહિનાથી ચાર કંપનીઓની વેક્સિન લગાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે,અમેરિકાની ફાઇઝર કંપનીએ દેશમાં નિયમનકારો પાસેથી મુક્તિ માંગી હતી. ત્યારે સરકારે આ દિશામાં નિયમનકારી કાનૂની અવરોધોને હળવા કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમેરિકાએ જ નહિ પરંતુ અન્ય દેશોએ પણ રસીની મંજુરી માટે છુટ આપવાની માંગ કરી હતી.
જો કોરોનાથી હેલ્થ વર્કરનું મૃત્યુ થયુ હશે તો 48 કલાકમાં ઇન્સ્યોરન્સ ક્લેમ થશે સેટલમેન્ટ
એક અહેવાલ મુજબ ભારત સરકાર અને અમેરિકન કંપની ફાઈઝર વચ્ચે વળતર અને ખરીદીની પ્રક્રિયા અંગે હજુ અંતિમ સમજૂતી થઈ નથી, પરંતુ બંને પક્ષો પાસેથી રસીની ખરીદી અંગે સર્વસંમતિ સાધવામાં આવી છે અને સરકાર વળતરને સંપૂર્ણ મુક્તિ આપી શકે છે.ફાઇઝરને ભારત ઉપરાંત યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, યુરોપિયન મેડિસિન એજન્સી, મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી યુકે, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ એજન્સી જાપાનમાંથી પણ આવા મર્યાદિત ઉપયોગમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ ફાઇઝરની રસીને ડબ્લ્યુએચઓની ઇમરજન્સી યાદીમાં પણ સ્થાન મળ્યું છે.એક અહેવાલ મુજબ ફાઇઝરે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ભારતને 50 મિલિયન ડોઝ આપવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાની કંપની ફાઇઝરે કહ્યું હતું કે કંપની 2021માં જ 50 મિલિયન રસીઓ આપવા માટે તૈયાર છે પરંતુ વળતર સહિત કેટલીક નિયમનકારી શરતોમાં છુટછાટની માંગ કરી છે. ફાઈઝરે ભારતને જુલાઈમાં એક કરોડ, ઓગસ્ટમાં 10 મિલિયન અને સપ્ટેમ્બરમાં 20 મિલિયન અને ઓક્ટોબરમાં 10 મિલિયન રસી આપવાની ખાતરી આપી છે.
મહત્વપૂર્ણ છે કે,ફાઇઝરે આ રસીની સંભવિત આડઅસરો અંગે રક્ષણ ની માંગ કરી છે, જેના પર ભારત સરકાર દ્વારા સંમતિ આપવામાં આવી છે. સામાન્ય રીતે, જો કોઈ દવા અથવા રસીની કોઈ ખરાબ અસરો નોંધાય છે, તો કંપનીએ વળતર આપવાનું રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સની ફાઇઝર સહિત અન્ય દેશોએ પણ રસીની મંજુરી માટે છુટછાટ આપવાની માંગ કરી છે. જો સરકાર દ્વારા છુટ આપવામાં આવશે તો વેકસિનનેસન અભિયાનને વધુ વેગ મળશે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268