યોગગુરૂ સ્વામી રામદેવ પોતાના નિવેદન અંગે હાલ ચર્ચામાં છે. બાબા રામદેવે એલોપથી વિશે કરેલી ટીપ્પણી પર IMA સહીત એલોપથીનું સમર્થન કરનારાઓમાં રોષ ફેલાયો. બાબા રામદેવના આ નિવેદન પર તેમના વિરૂદ્ધ મોટા આર્થિક વળતરની માંગ સાથે માનહાનીના દાવા કરવામાં આવી રહ્યાં છે. આ અંગે દિલ્હી મેડીકલ એસોસિએશન એ દિલ્હી હાઈકોર્ટમાં બાબા રામદેવ વિરૂદ્ધ દાવા અરજી દાખલ કરી હતી, જેના પર આજે સુનાવણી કરવામાં આવી હતી.દિલ્હી મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરેલી દાવા અરજીના આધારે દિલ્હી હાઈકોર્ટ એ આજે યોગગુરૂ બાબા રામદેવ ને નોટિસ મોકલી છે. જોકે કોર્ટે રામદેવને સીધા કે આડકતરી રીતે કોઈ વાંધાજનક નિવેદન આપવા અથવા સામગ્રી પ્રકાશિત કરવા પર રોક લગાવવાની માંગણી કરતી ડોકટરોની વિનંતીને નકારી કાઢી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે વિશ્વનું સૌથી મોંઘુ “કમળ”નું ફુલ ખીલશે, જાણો વધુ :
દિલ્હી મેડીકલ એસોસિએશનના ડોકટરોના ગ્રુપે બાબા રામદેવ પર તેમના નિવેદન માટે 1 હજાર કરોડનું વળતર અને અને બિનશરતી માફીની પણ માંગ કરી હતી. કોર્ટે ડોકટરોને જાહેર હિતની અરજી દાખલ કરવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં ભારે દલીલ થઈ હતી.DMA એ બાબા રામદેવ ના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. Delhi High Court માં દિલ્હી મેડીકલ એસોસિએશને કહ્યું,”રામદેવની ટિપ્પણી DMAના સભ્યોને પ્રભાવિત કરી રહી છે. તેઓ ડોકટરોના નામ બોલે છે. તેઓ કહે છે કે આ વિજ્ઞાન નકલી છે. રામદેવ ખોટી રીતે કોરોનીલને શૂન્ય ટકા મૃત્યુદર સાથે કોવીડના ઉપચાર તરીકે રજૂ કરી રહ્યા છે. સરકારે પણ તેમને જાહેરાત ન કરવા કહ્યું છે. આ દરમિયાન તેમણે 250 કરોડની કોરોનીલનું વેચાણ કર્યું. ”
દિલ્હી મેડીકલ એસોસિએશન એ દિલ્હી હાઈકોર્ટમાં બાબા રામદેવ વિરૂદ્ધ કરેલી દાવા અરજીની સુનાવણીમાં Delhi High Court એ કહ્યું કે, “આવતી કાલે, હું કહી શકું છું કે હોમિયોપેથી નકલી છે. તે એક અભિપ્રાય છે. તેની સામે કેસ કેવી રીતે ચલાવી શકાય? જો આપણે એમ માની લઈએ કે તે જે બોલી રહ્યાં છે તે ખોટું અથવા ગેરમાર્ગે દોરતું હોવા છતાં, જાહેર હિતના નામે આવી દાવા અરજી દાખલ કરી શકાતી નથી. આ અરજી જાહેર હિતની અરજી હોવી જોઈએ, નહિ કે દાવા અરજી.”દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કોરોનીલ અંગે હાઈકોર્ટ કોઈ નિર્ણય ન લઇ શકે. જો કઈ ખોટું થઇ રહ્યું હશે તો સરકાર કાર્યવાહી કરશે. આ અંગેની વધુ સુનાવણી 13 જુલાઈના રોજ કરવામાં આવનાર છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268