ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત:
Shantishram News, Diyodar, Gujarat
મકડાલાના વાલ્મીકિ પરિવારના હેમાભાઇ કાળાભાઈ તથા તેમના ધર્મપત્ની કેસરબેન ગોલવી થી લવાણા જતાં રસ્તામાં કપડાંભરેલ એક થેલી મળેલ.
જેને ફેદતા તેમાં સોનાના દાગીના હોવાનું જણાતા થેલી લાવી ઘરના ખૂણામાં મૂકી દીધી અને લોકોને જાણ કરેલ થેલીના મૂળ માલિક લવાણા ગામના રાજપૂત રૂડાભાઈ દેવાભાઇ ને જાણકારી મળતા તેઓ મકડાલા આવેલ
જ્યાં વાલ્મીકિ પરિવારે ગામજનો ને સાથે રાખી મૂળ માલિકને થેલી પરત કરેલ
જેમાં 11 તોલો સોના સહિત 6 થી 7 લાખ રૂપિયાના દાગીના હતા
દીઓદર માં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
અત્યંત ગરીબીમાં જીવન ગુજારતા આ વાલ્મીકિ પરિવારે ગરીબી સામે જોયા વિના ઈમાનદારીને અગ્રતા આપી સો- સો સલામના હકદાર બની જવા પામેલ છે.
આજે પૈસા માટે સ્નેહીજનોના ખૂનામરકી કરતા પણ લોકો અચકાતાં નથી
તથા મળેલી સામાન્ય વસ્તુ પણ પરત કરવામાં પણ અનાડી વેડા કરતાં આજના માનવી ઑ ને આ ગરીબ પરિવાર માથી આવતા વાલ્મીકિ હેમાભાઈએ ઈમાનદારીની મહાનતા બતાવી સૌના અભિનંદન ના અધિકારી બનેલ છે
મૂળ માલિકે આ વાલ્મીકિ પરિવારનું બહુમાનકરવાનું કહેતા તેમણે ઇનકાર કરેલ પરંતુ ગ્રામજનો ના આગ્રહથી આ પરિવાર નું રોકડ થી સન્માન કરવામાં આવ્યું
સલામ છે આજ ના ઈમાનદાર વાલ્મીકિ પરિવાર ને …
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ તાલુકા,નગરપાલિકા વિસ્તારોમાં પ્રભારી નિમણૂક કરવામાં આવી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268