દેશમાં કોરોના મહામારી સાથે સાથે કુદરતી કહેર પણ યથાવત જ છે, જેને લઈને ઘણી નુક્સાનીઓનો સામનો કરવો પડે છે. આ બધાની વચ્ચે અરુણાચલ પ્રદેશ નો એક Video સોશિયલ મીડિયામાં ઘણો Viral થઈ રહ્યો છે. જેમાં એક નેશનલ હાઇવે એક ભાગ ઢળી પડ્યો હતો. જેને પણ આ નજારો જોયો તેના રૂવાડા ઊભા થઈ ગયા.અરુણાચલ પ્રદેશ ના આ દ્રશ્યો ઘણું બધી કહી જાય છે. જાણકારી મુજબ રાજઘાની ઇટાનગરમાં ભારે વરસાદને કારણે NH 415 નો એક ભાગ ઘસી પડ્યો હતો. જાણવા મળે છે આ ઘટના ભૂ સ્ખલનને કારણે સડકના કિનારે વાળી દીવાલ પર વધુ દબાવ બનવાને કારણે બની હતી.
Delhi માં હવે એપથી થશે દારૂની પણ હોમ ડિલીવરી
અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH415 સતત વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે ધોવાઈ ગયો હતો. માટી ડૂબવાના કારણે, રસ્તાની બાજુની દિવાલ પરનું દબાણ ઘટી ગયું હતું અને તે નીચે પડી ગયું હતું. ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.વિડિઓ કેવી રીતે મોટો અકસ્માત સર્જાયો તેનો સ્પષ્ટ ખ્યાલ આપી શકે છે. વીડિયો અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરના ઇન્દિરા ગાંધી પાર્ક નજીકનો છે, જ્યાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઇ જવાને કારણે માટી ડૂબી ગઈ છે.
આ દરમ્યાન હાજર લોકોએ ઘટનાને કેમરામાં કેદ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે ઘટના કેટલી મોટી ભયાનક છે. પરંતુ સારી બાબત છે કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જેને પણ આ વિડ્યો જોયો તે હેરાન થઈ ગયા. લોકો આના પર જોરદાર રિએકશન આપી રહ્યા છે. કેટલાક લોકો સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે તો કોઈ આને કુદરતી કહેર ગણાવી રહ્યા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268