દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વેગ આપવા માટે સરકારે અન્ય દેશોમાંથી Vaccine મંગાવવાની શરૂ કરી છે.
જે અંતર્ગત આજે રશિયાની કોરોના રસી Sputnik-V ના 30 લાખ ડોઝ મંગળવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા હતા.
જીએમઆર હૈદરાબાદ એર કાર્ગો ની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે રસીનો જથ્થો રશિયાથી ચાર્ટર્ડ કાર્ગો આરયુ -9450 દ્વારા બપોરે હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યો હતો.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે જીએચએસી પહેલાથી જ રસી ના ઘણા આયાત શિપમેન્ટનું સંચાલન કરી ચૂકી છે,
ત્યારે આજે 56.6 ટન રસીની શિપમેન્ટ ભારતમાં અત્યાર સુધીની કોરોના રસીની સૌથી મોટી આયાત શિપમેન્ટ છે.
પ્રક્રિયાઓ પૂર્ણ થઈ અને 90 મિનિટથી ઓછા સમયમાં તે રવાના થઈ છે.
એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ કરતા આજે “Black Day” ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ
ડો . રેડ્ડીઝ લેબોરેટરીઝે dr reddy’s laboratories Indiaમાં Sputnik-V ની 25 કરોડ શીશી વેચવા માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે.
ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝને Sputnik-V ના પ્રતિબંધિત કટોકટીના ઉપયોગ માટે ભારતીય દવા નિયમનકારની મંજૂરી મળી છે.
ડો. રેડ્ડીઝે આ અગાઉ આરડીઆઈએફ પાસેથી બે લાખથી વધુ રસી લીધી હતી.
તાજેતરમાં સ્પુટનિક- વી રસીનું સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની માટે એપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણ કર્યું હતું.
Sputnik-V ની રસી માટે ખાસ હેન્ડલિંગ અને સ્ટોરેજની જરૂર હોય છે,
જેને -20 સી તાપમાનમાં રાખવાની જરૂર છે.
જીએચએસી ગ્રાહકોની સપ્લાય ચેઇન ટીમના નિષ્ણાતો, કસ્ટમ વિભાગના અધિકારીઓ અને અન્ય સંબંધિત હોદ્દેદારો સાથે મળીને કામ કરી રહ્યું છે.
રસી શિપમેન્ટના સરળ સંચાલન માટે એર કાર્ગો ટર્મિનલ પર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેન્ડલિંગ પ્રક્રિયાઓ છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનો આ સમય છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268