Patan પાટણ જીલ્લાના નાની ચંદુર ગામમાં
આગેવાનોના સહકારથી
એક જ દિવસમાં ૭૦ લોકોનું રસીકરણ :
કોરોના Covid-19 વાયરસના સંક્રમણને અટકાવવા કન્ટેઈનમેન્ટ, પ્રાથમિક સારવાર અને
રસીકરણ Vaccination સહિતની બાબતોમાં નાગરિકોનો સહકાર આવશ્યક છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી
કોરોના નિયંત્રણ માટેની કામગીરીમાં
નાની ચંદુર ગામના લોકોએ
તંત્રના અધિકારીશ્રીઓ અને
જનપ્રતિનિધિઓની અપીલને પગલે
રસીકરણ કાર્યક્રમને સફળ બનાવ્યો.
જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૪૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે ત્યારે
ગામના નાગરિકો રસી અંગે ખોટી માનસિકતા અને અફવાઓને પગલે રસી લેવા ઈચ્છુક ન હતા.
અગાઉ ગ્રામ્ય કક્ષાના આરોગ્યકર્મીઓ દ્વારા ગત
તા.૧૨ તથા ૧૩ મેના રોજ રસીકરણ માટે
રજીસ્ટ્રેશન કરતાં માત્ર ૧૦-૧૨ લોકોએ રસીકરણ માટે
રજીસ્ટ્રેશન vaccination registration કરાવ્યું હતું.
આ અંગે વાત કરતાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.નરેશભાઈ પટેલે જણાવ્યું કે,
ગ્રામ્ય કક્ષાએ મહત્તમ રસીકરણ થાય તે માટે
સમી પ્રાંત અધિકારીશ્રી અમિત પરમારના માર્ગદર્શન હેઠળ
તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રી દ્વારા
તાલુકા ડેલિગેટ, સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી
રસીકરણ કાર્યક્રમમાં તેમના સહયોગ માટે અપીલ કરી હતી.
આ બેઠક બાદ વહિવટી તંત્રને સહકાર આપતાં
જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ નાની ચંદુરના Nani Chandur ગ્રામજનોને
રસીકરણના ફાયદા સમજાવ્યા હતા.
સાથે જ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે
રસીકરણ માટે અનુરોધ કર્યો હતો.
જેના પગલે ૭૦ જેટલા ગ્રામજનોએ રસીનો પ્રથમ ડોઝ First Dose લીધો હતો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268