વિશ્વના ધનિકોની યાદીમાં બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબરે પહોંચી ગયા છે. તેઓ એમેઝોનના માલિક જેફ બેઝોસને પાછળ મૂકીને ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચી ગયા છે. બીજી તરફ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળતા મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.6 અબજ ડોલરનો વધારો થયો છ.
ટેસ્લના એલન મસ્ક 157.5 અબજ ડોલરની સાથે આ સમયે ત્રીજા નંબરે છે.
બીજી તરફ મુકેશ અંબાણી 81.2 અબજ ડોલરની સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 12મા સૃથાને અને એશિયાના સૌથી ધનિક છે. જ્યારે ચીનના બિઝનેસમેન ઝાંગ શાનશાન એશિયાના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીથી આગળ વધી ગયા છે. તો 72.5 અબજ ડોલરની સંપત્તિની સાથે મુકેશ અંબાણી પછી એશિયાના બીજા સૌથી ધનિક બની ગયા છે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી એશિયન ધનિકોની યાદીમાં 66.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે આવી ગયા છે. વિશ્વના ધનિકોની યાદીમાં હવે તે 17મા સૃથાને છે. ઉલ્લેખનીય છે કે ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સ દરરોજ બદલાય છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં શેરબજાર ખૂલ્યા પછી દર પાંચ મિનિટે આ ઇન્ડેક્સ અપડેટ થાય છે.