મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Gujarat Chief Minister Vijay Rupani આજે સાયન્સ સિટી Science City માં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જોકે, સાથે જ તેમણે ગુજરાતમાં Gujarat કોરોના Covid-19 સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો.
તેમજ મહાત્મા મંદિર Mahatma Mandir ખાતે શરૂ થનારી કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહિ થાય તેવું જણાવ્યું.
સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજા વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે.
બીજા વેવમાંથી અનુભવને આધારે એક્શન પ્લાન ઘડવામાં આવશે.
રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે.
અમદાવાદીઓએ રસી ખરીદવા ચૂકવવા પડશે 1 હજાર રૂપિયા, એપોલો બાદ શેલ્બીને મળી મંજૂરી
તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં 14000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યો છે.
કેસ ઘટી ગયા છે એટલે હાલના તબક્કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહિ આવે.
જરૂર પડે ત્યારે હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે.
જરૂર પડે ત્યારે ૨૪ કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક સમયે 500 બેડ ઓક્યુપાય હતા.
કોરોના ઉપર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો.
સાથે જ તેમણે કહ્યું કે, જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી.
તેમણે કહ્યું કે, વેક્સિનેશન મોટાપાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સીન પ્રાપ્ત થાય ત્યારે આપણે બહાર નીકળી શકશે.
રાજ્ય સરકારે સરકારના સહયોગથી વેક્સિનેશનમાં Vaccination 45 થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે.
બીજો ડોઝનો વારો આવે ત્યારે બીજો ડોઝ આપવામાં આવશે.
18 થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સીન આપશે,
જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે.
રજિસ્ટ્રેશન જે રીતે થાય છે એ રીતે વારો આવતા લોકો સવા લાખ લોકોને વેક્સિનેશન વિનામૂલ્યે આપવામાં આવે છે.
વેક્સિન માટે ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વ્યવસ્થા કરી આપી છે.
વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધી ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપી શકે છે.
તેના આધારે ખાનગી હોસ્પિટલો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268