અમદાવાદમાં લોકો માનવતાને બદલે પૈસાને પ્રાથમિકતા આપી રહ્યા હોય એવું લાગે છે.
તો અમદાવાદમાં અધિકારીઓએ ગુજરાત સરકારના નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરીને ખાનગી હોસ્પિટલોને કમાણી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
ફ્રી વેક્સિનેશન Vaccination ડ્રાઈવ બંધ કરીને તે જ જગ્યા પર પ્રાઇવેટ હોસ્પિટલને ડ્રાઈવ થ્રુ વેક્સિન માટે મંજૂરી આપી છે.
ફળો અને શાકભાજી સૌન્દર્ય નિખાર માટે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન Ahmedabad Municipal Corporation અને ખાનગી ક્ષેત્રની શેલ્બી હોસ્પિટલ દ્વારા 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.
એક તરફ સ્લોટ નથી મળતા તો 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે બીજું ડ્રાઈવ થ્રુ વેક્સિન સેન્ટર શરુ કર્યુ છે.
ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવા AMC એ નોંધણી કરાવ્યા વિના સ્થળ ઉપર નોધણી કરાવીને રસી લેવાની સગવડ કરી આપી છે.
એપોલો હોસ્પિટલ Apollo Hospital દ્વારા 1 હજાર રૂપિયા આપીને રસી લેવામાં ભારે ધસારો રહેતા બીજું ડ્રાઈવ થ્રુ વેક્સિન સેન્ટર શરુ કર્યુ છે. એપોલો હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલમાં Shalby Hospital જથ્થો હશે ત્યાં સુધી ઉપલબ્ધ હશે.
એક તરફ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન Online Registration માટેના સ્લોટ મળતા નથી,
ત્યારે બીજી બાજુ સુનામીની માફક ફરી વળેલ કોરોનાની લહેરથી બચવા માટે લોકો મજબૂરીથી રૂપિયા 1000 ખર્ચીને કોરોનાની રસી મુકાવે છે.
કારણ કે જ્યારથી 18 થી 45 વર્ષના લોકોને રસી આપવાની સરકારે જાહેરાત કરી
ત્યારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને ભારે મુશ્કિલ પડી રહી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268