ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા સંસ્થા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન Employees’ Provident Fund Organisation એ તેની વેબસાઇટ દ્વારા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ને ઓનલાઇન ઉપાડ / ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ભારતમાં બધા નિયમિત કામદારોએ દર મહિને તેમના મૂળભૂત પગારના 12 %સાથે ભંડોળમાં ફાળો આપવાનો રહે છે. કર્મચારી અને એકમ દ્વારા કરવામાં આવેલ યોગદાન અને તેના પરના વ્યાજ કામદારોના EPF ખાતામાં જમા થાય છે અને કેટલાક સંજોગોમાં ઉપાડી પણ શકાય છે.
પીએનબી સ્કેમ : ભાગેડુ મેહુલ ચોકસી એન્ટિગુઆથી લાપતાં બન્યો
EPF માથી ઓનલાઇન પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય ? જાણો વધુ :
1) ‘Unified Member Portal’ ની મુલાકાત લો અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને પાસવર્ડ સાથે લોગીન કરો
2) ‘Online Services’ and click ‘One Member — One EPF Account પર ક્લિક કરો
3) ચકાસણી માટે ‘Personal Information’ and ‘PF Account’ચકાસી લો
4) ‘Get Details’ પર ક્લિક કરો અને પીએફ એકાઉન્ટની પાછલા રોજગારની વિગતો દેખાશે
5) ફોર્મને પ્રમાણિત કરવા માટે અગાઉના એમ્પ્લોયર અથવા વર્તમાન એમ્પ્લોયર પસંદ કરો
6) UAN માં નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મેળવવા માટે ‘Get OTP’ ક્લિક કરો. ઓટીપી દાખલ કરો અને ‘Submit’ પર ક્લિક કરો..ઓટીપી સબમિટ કર્યા પછી તમે જે હેતુ માટે ક્લેઇમ ફોર્મ ભર્યું છે તેના સ્કેન કરેલા દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવી શકે છે. યુનિફાઇડ પોર્ટલના એમ્પ્લોયર ઇન્ટરફેસને એક્સેસ કરીને ઇપીએફ ટ્રાન્સફર રિકવેસ્ટને ડિજિટલ રીતે મંજૂરી આપશે. તમારા ઇપીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા બેંક ખાતામાં પૈસા પ્રાપ્ત કરવામાં 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે.
આ ભંડોળ બચત, પેન્શન અને વીમા લાભો સાથે ભારતમાં કર્મચારીઓને પ્રદાન કરે છે. કામદાર નિવૃત્તિ સમયે અથવા તે બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહે તો તેના ઇપીએફ એકાઉન્ટમાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે . બિમારી, લગ્ન, આફત અને ઘરના નવીનીકરણ જેવા કેટલાક કેસોમાં આંશિક ઉપાડ માટેની જોગવાઈઓ ઇપીએફઓ દ્વારા આપવામાં આવે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268