ભારતમાં ચાના દિવાના લોકોની કોઇ કમી નથી. ચા લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. મિત્રોની ગપશપ હોય, ઓફિસની મિટીંગ હોય કે ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ચા વગર બધુ જ અધુરુ છે. ભારતમાં તમને દરેક જગ્યાએ ચાની લારી મળી જશે. અને હંમેશા એ ટપરી પર લોકો બેસીને ‘ચાય પે ચર્ચા’ કરતા પણ જોવા મળશે. સવારે ઉઠીને જો ચા ન મળે તો લોકોની સવાર નથી પડતી. પરંતુ આજે આપણે એક એવા ચા પ્રેમી વિશે વાત કરીશું જેણે ચા માટે અલગ જ હદ વટાવી.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પોતાની હસી નહીં રોકી શકો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ વીડિયોમાં બે વ્યક્તિને પોલીસ પકડીને લઇ જઇ રહી છે. પરંતુ આ વ્યક્તિઓને તેની કોઇ ચિંતા નથી. તેમને ફક્ત પોતોના હાથમાં રહેલા ચાના કપની જ ચિંતા છે.પોલીસનું નામ સાંભળીને કોઇપણ વ્યક્તિના હોંશ ઉડી જાય તેવામાં પોતાની ધરપકડ થતી હોવા છતાં આ વ્યક્તિઓના મોઢા પર કોઇ ચિંતા દેખાઇ રહી નથી. તેમને પોલીસ કરતા વધારે ચાની ચિંતા છે. એક તરફ પોલીસ તેમને ખેંચીને લઇ જઇ રહી છે અને બીજી તરફ તે પોતાના હાથમાં રહેલા ચાના કપને સાચવીને ચાલી રહ્યો છે. જેથી તે ઢોળાઇ ન જાય. આ વીડિયો આઇપીએસ અંકિતા શર્માએ શેયર કર્યો છે.
ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં બે વ્યક્તિ જોવા મળી રહ્યા છે, અને તેમના હાથમાં ચાના કપ છે. પોલીસ તેમને પકડીને પોતાની સાથે કસ્ટડીમાં લઇ જઇ રહી છે. અને આ મુસિબતના સમયમાં પણ તેમણે ચાનો સાથ ન છોડ્યો. તેમણે આ કપમાંથી ચાનુ એક ટીપુ પણ ન પડવા દીધુ. બહુ જ સાવધાની સાથે બંને વ્યક્તિ ચાનો કપ લઇને પોલીસ ની ગાડીમાં બેસી ગયા.આઇપીએસ અંકિતા શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેયર કરતા લખ્યુ કે, યે હમ હે. યે હમારી ચાય હે. બાકી બાદ મેેં દેખેંગે. આ વીડિયો પર નેટીઝન્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, ‘જેલ જાયે પર ચાય ન જાયે’.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268