બાહુબલી સિરીઝના ચાહકો હજુ પણ એટલા જ છે જેટલા એ સમયમાં હતા. બાહુબલી ઘણા ફેન્સ માટે અવાર નવાર જોવાતી ફિલ્મ છે. પ્રભાશની આ ફિલ્મે દરેક રેકોર્ડ તોડી કાઢ્યા હતા. દેશના ખૂણે ખૂણે બાહુબલીની ચર્ચા હતી. આ ફિલ્મના પાત્રો ભલ્લાલ્દેવ, કટપ્પા, શિવગામી, અવંતિકા, બીજ્જલાદેવ વગેરે એક સત્ય ઘટનાના પાત્રો હોય એમ લાગે છે. પરંતુ આ બધા ઉપરાંત એક મુખ્ય વસ્તુ હતી આ ફિલ્મમાં, અને એ છે માહિષ્મતી રાજ્ય. જેની આજુબાજુ આ ફિલ્મ રચાઈ છે.માહિષ્મતીને લઈને ઘણી ચર્ચાઓ ચાલે છે. ઘણા લોકો માને છે કે આવું કોઈ સામ્રાજ્ય હતું જ નહીં આ માત્ર કલ્પના છે. તો કેટલાક આને સત્ય માને છે. પરંતુ જો ફિલ્મમાં દર્શાવેલું રાજ્ય ખરખર હતું તો એ અત્યારે ક્યાં છે?
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ : શું ખરેખર જેઠાલાલની છે ગડા ઈલેક્ટ્રોનિક્સ?
બાહુબલી મૂવીમાં બતાવેલ આ મહિષ્મતી સામ્રાજ્ય કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હતું. ફિલ્મની વાર્તા ભલે કાલ્પનિક રહી હોય પરંતુ માહિષ્મતી આ ધરતી પર અસ્તિત્વ ધરાવતું એક શહેર હતું. ઇતિહાસમાં નોંધાયેલા અભિલેખો અનુસાર બાહુબલી ફિલ્મનું કેન્દ્ર માહિષ્મતી મધ્ય ભારતમાં સ્થિત એક મોટું શહેર હતું. તે શહેર હાલમાં મધ્યપ્રદેશમાં છે. ઈતિહાસ અનુસાર ઘણા અભિલેખો અને વાર્તાઓમાં માહિષ્મતીનો ઉલ્લેખ છે. તે સમયે આ શહેર સામાજિક અને રાજનીતિક કેન્દ્ર હતું. તે સમયે આ શહેર અવંતી સામ્રાજ્યનો મહત્વનો ભાગ હતો.
ભરતકોષના મતે માહિષ્મતી ચેદી જિલ્લાની રાજધાની હતી. આ શહેર નર્મદા નદીના કાંઠે વસેલું હતું. માહિષ્મતી વિશે કહેવામાં આવે છે કે હાલમાં તે મધ્યપ્રદેશના ખારગોન જિલ્લામાં છે, જેને હવે મહેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. ખારગોન જિલ્લાનું મહેશ્વર તેના પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક ઇમારતો માટે પણ પ્રખ્યાત છે.મહેશ્વર નર્મદા કિનારે વસેલું સુંદર શહેર છે. ત્યાં મહેશ્વર કિલ્લો, વિઠલેશ્વર મદિર, અહિલ્યેશ્વર મંદિર જેવા અઈતીહાસિક સ્થાનો છે. આ શહેર અમદાવાદથી લગભગ 400 કિલોમીટર જ દુર છે. તેમજ ઘણા પર્યટકો ત્યાં જતા હોય છે પરંતુ તેમને મહેશ્વર અને માહિષ્મતીના કનેક્શન વિશે ખબર નથી હોતી. આ શહેરમાં પેડમેન, અશોકા અને ગુજરાતી ફિલ્મ રેવા જેવા ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268