અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતા સાજા થવાનો દર વધી ગયો છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલમાં 73 % બેડ ખાલી થઇ ગયા છે.
આ સાથે જ કોરોનાના 13 વોર્ડ બંધ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મહિના પહેલા આ હોસ્પિટલમાં દાખલ થવા માટે 12થી 18 કલાક રાહ જોવી પડતી હતી.
તો સાથે જ વેન્ટિલેટરના અભાવે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જાણો વાઇટ ફંગસ થી કેવી રીતે બચશો ?
હાલ અમદાવાદ સિવિલમાં 2200 બેડમાં 600 દર્દીઓ સારવાર હેઠળ છે.
તો સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 33 દર્દીઓ સારવાર હેઠળ છે.
આ સાથે જ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 6724 ક્રિટિકલ બેડ ખાલી છે.
રાજ્યમાં જે 27 મે ના રોજ કોરોનાના નવા 2869 કેસો નોંધાયા છે.
આ સાથે 9 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 દર્દીઓના મૃત્યુ થયા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,00,866 થઇ છે અને મૃત્યુઆંક 9734 થયો છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 92.66 % જેટલો થયો છે.
રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 49,082 થયા છે,
જેમાં 583 દર્દીઓ વેન્ટીલેટર પર છે
જયારે 48,499 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268