દીઓદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ માંથી મંજુર થયો ઓક્સિજન પ્લાન્ટ Diyodar Oxygen Plant:
બનાસકાંઠા જીલ્લામાં Banaskantha કોરોનાની Covid-19 મહામારીની વિકટ પરિસ્થિતિમાં
કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની Oxygen તીવ્ર અછત વર્તાઈ રહેલ.
અનેક દર્દીઓ ઓક્સિજનની ઘટ ના કારણે મોતને ભેટેલ
જે અન્વયે જીલ્લાના સુઈગામ, ભાભર, વાવ, તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant મંજુર કર્યા બાદ
ગજાનંદ યુવક મંડળ દ્વારા પૂજારીને આર્થિક મદદ
ગુજરાત પંચાયત અધિનિયમ ની જોગવાઈ ની અનુસુચિ ૧,ર અને ૩ માં
ઠરાવેલ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા પંચાયતના કાર્યો અને ફરજ અદા કરવા માટે થતી સામૂહિક સુવિદ્યાઓ માટે ગ્રાન્ટ વાપરવાની જોગવાઈ થયેલ છે.
જેથી તાલુકાની ૧પમા નાણાપંચની તાલુકા કક્ષાની ર૦ ટકા બેઝિક અનટાઈટ ગ્રાન્ટ માંથી ઓક્સિજન પ્લાન્ટ તથા તેને અનુસાંગીક વસ્તુઓ ખરીદવાની જોગવાઈ અનુસાર
દીઓદર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દીઓદર
Diyodar મુકામે
ઓક્સિજન પ્લાન્ટ Oxygen Plant સ્થાપવા માટે
રૂા.૪૦ લાખ ફાળવવામાં આવેલ છે.
સરકારશ્રી દ્વારા જીલ્લા કલેક્ટરશ્રીને
ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા મંજુરી માટે અપાયેલ સત્તાઓ અન્વયે
દીઓદર તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહજી વાઘેલાએ
તા.રપ/પ/ર૦ર૧ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પત્ર દ્વારા માગણી કરેલ.
દીઓદર ખાતે સ્થાપાનાર આ ઓક્સિજન પ્લાન્ટ માટે
દીઓદર તાલુકા પંચાયતમાં મળનાર ૧પ મા નાણાપંચ અને
ર૦ર૧-રર માં મળનાર બેઝિક અનટાઈટ ગ્રાન્ટ માંથી ખર્ચ થનાર છે.
દીઓદરમાં જનસેવાગૃપ દ્વારા આદર્શ હાઈસ્કુલમાં માનવતાનો સેવાયજ્ઞ
અને ઓક્સિજન પ્લાન્ટનો નિભાવણી અને મરામત અંગેનો
તમામ ખર્ચ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ આપેલ સંમત્તિ મુજબ તેમની ગ્રાન્ટમાંથી થનાર છે.
આમ સરકારશ્રી દ્વારા
દરેક તાલુકા મથકોએ
ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની યોજના અંતર્ગત
દીઓદરમાં પ્લાન્ટ મંજુર કરવા બદલ
તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા તથા
તેમની ટીમ તથા
ભાજપના પદાધિકારીઓએ
આવકારી આભાર વ્યક્ત કર્યો છે.
દિઓદર તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહજી વાઘેલા એ જણાવેલ કે
દિઓદર તાલુકામાં તાલુકા પંચાયતની ગ્રાંટ માંથી ઓક્સિજન પ્લાંટ બનતાં
દિઓદર વિસ્તારની પ્રજાને સારવાર માં ઉપયોગી રહેશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268