Reliance રિલાયન્સ આપશે 13 લાખ કર્મચારી-સહયોગીઓને મફત વેક્સીન Free vaccination
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ Reliance Industriesના વેક્સીનેશન vaccination ડ્રાઇવના માધ્યમથી
તેમના સ્ટાફ અને પરિવારના સભ્યોને સુરક્ષિત રાખવાની સાથોસાથ
પબ્લિક હેલ્થ સિસ્ટમ ઉપર ભારણ દૂર કરવાનો પણ પ્રયાસ છે.
રિલાયન્સ આ પ્રયાસના માધ્યમથી મહામારીના પડકાર સામે વધુ અસરકારક રીતે લડવા માટેનું એક અગત્યનું પગલું છેઆ વેક્સીનેશન કાર્યક્રમ જે સરકારના વર્કપ્લેસ વેક્સીનેશન પોલિસીનો ભાગ છે.
આ ડ્રાઇવ અંતર્ગત રિલાયન્સના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સ હાથે રસીકરણ હાથ ધરવામાં આવશે.
આ સેન્ટર્સ જામનગર, વડોદરા, હઝીરા, પાતાળગંગા, નાગોથાને, કણીકદા, ગડીમોગા, સહડોલ, બારાબંકી, હોશિયારપુર ખાતે છે.
આ ઉપરાંત રિલાયન્સ હૉસ્પિટલો અને 800થી વધારે શહેરોમાં આવેલી પાર્ટનર હૉસ્પિટલો જેમ કે અપોલો, મેક્સ મણીપુર ખાતે વેક્સીનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ધ્યેય છે કે તમામ કર્મચારીઓ અને તમના પરિવારના સભ્યોને 15 જૂન સુધીમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવે.
રિલાયન્સના કર્મચારીઓમાં 13,000 રિટેલ અને જિયો સ્ટોર્સ ખાતે કાર્યરત કર્મચારીઓને પણ આ કાર્યક્રમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે
ભારતમાં કોઈ કોર્પોરેટ દ્વારા તેના કર્મચારી, એસોસિએટ્સ અને પાર્ટનર્સ માટે સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ તેના 1.3 મિલિયન (13 લાખ) કર્મચારી, એસોસિએટ્સ, પાર્ટનર્સ તથા તેમના પરિવારના સભ્યોને 880 શહેરમાં મફત વેક્સીન આપવાનો પ્લાન ઘડી કાઢ્યો છે.
આ વિશાળ વેક્સીનેશન ડ્રાઇવમાં પરિવાર પરિભાષા જીવનસાથી, વડિલો, દાદા-દાદી, સાસરિયા, બાળકો અને ભાઈ-બહેન પણ સામેલ છે.
નોંધનીય છે કે આ વેક્સીનેશન ડ્રાઇવ માત્ર હાલ કાર્યરત કર્મચારીઓ પૂરતું સીમિત ન રાખતાં
તેને નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268
.