પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં Cyclone યાસ નો ભય વધ્યો છે.
Cyclone યાસ ઓરિસ્સા ના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટક્યું હતું.
સાયક્લોન યાસના લીધે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે.
ઓરિસ્સા ના વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.
આ લેન્ડફોલ બાલાસોર અને ધમરા વચ્ચે થયું હતું.
હવામાન કેન્દ્ર ભુવનેશ્વરના સાયન્ટિસ્ટ ઉમાશંકર દાસે કહ્યું છે કે ચક્રવાત યાસે લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આવતીકાલે વરસાદ ચાલુ રહેશે.
માછીમારોને કાલે સવાર સુધી સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
કેમ કે ત્યાંની પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
આજે જોવા મળશે ‘સુપર બ્લડ મૂન’, જાણો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવને ટાળવા શું કરવું અને શું નહીં Super Blood Moon 2021
Cyclone યાસ હાલના સમયમાં ઓરિસ્સા થી આગળ વધી રહ્યું છે. પરંતુ તેણે રાજ્યમાં ઘણું નુકસાન કર્યું છે.
ત્યાંના ગામોમાં દરિયાનું પાણી ઘૂસી ગયું હતું. ઘણી ઝૂંપડાઓ તેની સાથે પાણીમાં વહી ગયા છે.
ઓરિસ્સામાં ચક્રવાત યાસને કારણે ભદ્રક જિલ્લાના ધમરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
ધમરા જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે.હવે એનડીઆરએફ ત્યાં રાહત કાર્ય કરી રહી છે.
આમાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.
ઓરિસ્સા માં યાસ ચક્રવાત બાદ નૌકાઓ અને દુકાનોને નુકસાન થયું છે.
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની સરહદોની નજીક ઉદેપુરમાં પોલીસ બેરિકેડ્સ પણ ભારે પવનમાં ફૂંકાયા હતા.
ઓરિસ્સામાં ભદ્રક જિલ્લાના જામુઝાદી રોડને પણ યાસ ચક્રવાતને કારણે નુકસાન થયું છે.
હાલમાં તેને ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે.ઓરિસ્સાના પારાદીપમાં ચક્રવાતને કારણે માછીમારી નૌકાઓને નુકસાન થયું છે.
બીજી તરફ, જગત્સિંગપુર ઓડિશા
ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ ની ટીમ
પરદીપ નગર વિસ્તારમાં રસ્તાઓની સફાઇ કરી રહી છે
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ Cyclone યાસ
ને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ,
જિલ્લા વ્યવસ્થાપન સમિતિ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જાણવા મળ્યું છે કે મમતા બેનર્જી 28 મેના રોજ પૂર્વ મિદનાપુરની મુલાકાત લેશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268