રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા તમામ વેપાર ધંધા ચાલુ કરાવવામાં આવ્યા છે.
પરંતુ અમદાવાદની AMTS અને BRTS સિટી સેવા અંદાજે 2 મહિનાથી વધુ સમયથી બંધ રહેતા આવકમાં મોટી અસર જોવા મળી છે.
70 દિવસમાં AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે.
સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ-કંડકટર્સની પણ રોજગારી બંધ પડી ગઈ છે.
અમદાવાદમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને અંદાજે 70 દિવસથી AMTS અને BRTS બસ બંધ છે.
જેના કારણે સામાન્ય દિવસોમાં રોજની 25 લાખની આસપાસ કમાણી કરતી સિટી બસો આજે મોટો ફટકો પડી રહ્યો છે.
તાજેતરમાં જ સિટી બસ સેવા ફરી ચાલુ કરાવવા માટે માગ કરવામાં આવી હતી.
પરંતુ AMC દ્વારા જ્યાં સુધી કોરોનાની સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે.
સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી.
કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. ત્યારે છેલ્લા 70 દિવસમાંથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ છે.
જેના કારણે AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. આર્જવ શાહે જણાવ્યું હતું કે AMTS બસ સેવા શરૂ કરવા મામલે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બેઠકમાં ચર્ચા થઈ હતી પરંતુ ક્યારથી શરૂ કરવી તે નક્કી નથી.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે BRTS સેવા હાલમાં શરૂ નહીં થાય.
બસ સેવા ચાલુ કરવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
કમિશનર સાહેબ સાથે મીટીંગ અને તેમના નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268