થોડા સમય પૂર્વે WhatsApp ઓટીપી કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો,
જેમાં હેકરોએ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને બેકિંગ ફ્રોડને અંજામ આપતા હતા.
જો કે Whatsapp હવે આવા ફ્રોડને રોકવા માટે ફ્લેશ કોલનું નવું ફીચર લાવી રહ્યું છે.
જે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
વોટ્સએપ હવે એકાઉન્ટ સેફટી માટે
નવું ફ્લેશ કોલ ફીચર લાવી રહ્યું છે.
જે આપનો મોબાઇલ નંબર
ઓટોમેટિક વેરીફાઈ કરી લેશે.
આ નવા ફીચર અંગેના ડબ્લ્યુએબીએના અહેવાલ મુજબ,
વોટ્સએપના નવા ફીચર ફ્લેશ કોલ ની મદદથી હવે તમારો ફોન નંબર જાતે જ વેરીફાઈ થઈ જશે.
હવે યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં.
અત્યાર સુધી વોટસએપ મોબાઇલ નંબરને 6 અંકના ઓટીપી દ્વારા વેરીફાઈ કરતું હતું.
તેમજ હેકર્સ પણ આ જ ઓટીપીની મદદથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરવાનું સામે આવ્યું હતું.
ફોનની લોક સ્ક્રીન અથવા પેટર્ન ભૂલી ગયા છો? આ સરળ રીતથી સ્માર્ટફોનને કરો અનલોક:
જેમાં હવે વોટ્સએપ ફ્લેશ કોલના નવા ફીચર બાદ યુઝર્સ એકાઉન્ટ લોગ-ઇન થયા બાદ વેરિફિકેશન ઓટીપીના બદલે ફ્લેશ કોલની મદદથી કરવામાં આવશે.
ફ્લેશ કોલ માટે યુઝર્સે ફોનમાં લોગ ઇન કરવા એપ્લિકેશનને મંજૂરી આપવી પડશે.
તેની બાદ ફોન પર વોટ્સએપ વેરિફિકેશન માટે ફ્લેશ કોલની Flash Call Verification મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે.
વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ Android બીટા વર્ઝન 2.21.11.7 પર જોવા મળ્યું છે.
features of whatsapp
જો કે વોટ્સએપ વેરિફિકેશન ફ્લેશ કોલની આ સુવિધા વૈકલ્પિક રહેશે.
WhatsApp ઓટીપી કૌભાંડમાં WhatsApp એજન્ટ બનીને હેકર્સ તમને કોલ કરે છે.
તેના પછી તમારા વોટ્સએપ એકાઉન્ટ પર ઓટીપી OTP મોકલવામાં આવે છે.
આ ઓટીપી શેર કરવાની વાત કરવામાં આવે છે
અને જેવો તમે ઓટીપી શેર કરો છો,
એટલે હેકર્સ તમારા વોટ્સએપ એકાઉન્ટને લોક કરી દેશે.
અને તમારું WhatsApp એકાઉન્ટ સંપૂર્ણપણે હેકર્સના કબજામાં છે.
ત્યારબાદ હેકર્સ તમારા એકાઉન્ટથી બેંકિંગ સહિતના વિવિધ પ્રકારના કૌભાંડો ચલાવી શકે છે.
આ સિવાય હેકર્સ તમારી પાસેથી આર્થિક સહાયની માંગ પણ કરી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268