આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ Lunar eclipse 26 મે 2021, બુધવારે થશે.
આ એક વિશેષ ખગોળીય ઘટના Astronomical event હશે.
કારણ કે તે સુપર બ્લડ મૂન હશે. વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પૂર્વીય મહાસાગરમાં જોઇ શકાશે.
ભારતની વાત કરીએ તો ચંદ્ર પૂર્વ ક્ષિતિજની નીચે હશે,
જેના કારણે બ્લડ મૂન દેશના ઘણા ભાગોમાં જોવા નહીં મળે.
ચંદ્રગ્રહણ 26 મેના રોજ બપોરે 2.17 વાગ્યેથી શરૂ થશે અને સાંજે 7.19 સુધી ચાલશે.
પૂર્વી એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટા ભાગના ભાગો અને ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.
ભારતના લોકો આંશિક ચંદ્રગ્રહણનો અંતિમ ભાગ જોઈ શકશે.
ભારત માટે ગૌરવની વાત,UNESCO ની યાદીમાં ભારત ના કયા બે સ્થળોનો થયો સમાવેશ
ગ્રહણના સમયગાળા દરમિયાન શું ન કરવું
1. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન તેલ લગાવવું, પાણી પીવું, કપડા ધોવા વગેરે કાર્યોના કરવા ના જોઈએ.
2. એવું કહેવામાં આવે છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન અન્ન ખાનારા વ્યક્તિને ઘણા વર્ષો સુધી નરકમાં રહેવું પડે છે.
3. એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયગાળા દરમિયાન સુવાથી વ્યક્તિ બીમાર રહી શકે છે.
4. ચંદ્રગ્રહણમાં ત્રણ પ્રહરનું ભોજન કરવાનું વર્જિત માનવામાં આવે છે.
5. ગ્રહણના દિવસે પાંદડા, લાકડા અને ફૂલો વગેરે ના તોડવા જોઈએ.
6. ગ્રહણ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ના કરવું જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું
1. ગ્રહણ શરૂ થાય તે પહેલાં શુદ્ધ થઈ જાઓ. ગ્રહણ શરૂ થાય તે પહેલા નહાવા વગેરેને શુભ માનવામાં આવે છે.
2. ગ્રહણ અવધિ દરમિયાન દેવ-દેવીની પૂજા કરવી શુભ છે.
3. ચંદ્રગ્રહણમાં દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
4. ગ્રહણ સમાપ્ત થયા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
5. ગ્રહણ સમાપ્ત થયા પછી ફરીથી સ્નાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેનાથી શુભ ફળ મળે છે.
6. ગ્રહણ અવધિ દરમિયાન ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં તુલસીના પાન નાખવા જોઈએ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268