દેશના પશ્ચિમ ભાગમાં ચક્રવર્તી તોફાન તૌકતે દ્વારા તબાહી મચ્યા બાદ હવે દેશના પૂર્વ ભાગમાં તેનાથી પણ ખતરનાક તોફાન યાસ ત્રાટકવાનું છે. આ તોફાનની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારો પર પડશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સમુદ્ર કિનારે તોફાનની સૌથી વધુ અસર રહેશે જ્યારે ઝારખંડમાં ભારે વરસાદની આશંકા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ 3 રાજ્યો ઉપરાંત આંધ્ર પ્રદેશ અને આંદમાન નિકોબારમાં તોફાનનો કહેર વર્તાવવાની આશંકા છે.આ મહિનાની 16 અને 17 મેના રોજ દેશના પશ્ચિમ ભાગમાં મહારાષ્ટ્ર અને ગુજરાત, ગોવા, કર્ણાટક સહિતના કેટલાક રાજ્યોને તૌકતેએ ઘમરોળ્યું હતું. આ તોફાનના કારણે લગભગ 100 જેટલા લોકોના મોત થયા અને 16 હજારથી વધુ ઘર તબાહ થયા.
અમદાવાદના વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લાગી ભીષણ આગ,
તોફાનના જોખમને જોતા ભારતીય રેલવેએ બંગાળ અને ઓડિશા રૂટ પર દોડતી 90 ટ્રેનોને રદ કરી છે. ઉત્તર રેલવેએ દિલ્હીથી ઓડિશાના ભુવનેશ્વર અને પૂરી જતી એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરી છે. જ્યારે દક્ષિણ રેલવેએ પણ યાસના કારણે અનેક ટ્રેન સેવાઓ અસ્થાયી રીતે રદ કરી છે. આ અગાઉ રવિવારે પૂર્વ રેલવેએ 29 મે સુધી 25 ટ્રેનો રદ કરી હતી. યાસ તોફાનના કરાણે ભુવનેશ્વર, કોલકાતા, ઝારસુગુડા અને દુર્ગાપુર એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન પ્રભાવિત થવાની શક્યતા છે. AAI એ એક નિવેદનમાં વાવાઝોડાના પવનના માર્ગમાં બદલાવની શક્યતાને જોતા પૂર્વ વિસ્તારના અનેક એરપોર્ટને અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ઓથોરિટીએ એક નિવેદન બહાર બાડીને કહ્યું કે ભુવનેશ્વર, કોલકાતા, ઝારસુગુડા અને દુર્ગાપુર એરપોર્ટ પર ફ્લાઈટ્સનું સંચાલન વાવાઝોડાના કારણે પ્રભાવિત થવાની શક્યતા છે. આ ઉપરાંત રાંચી, પટણા, રાયપુર, જમશેદપુર, બાગડોગરા, કૂચબિહાર, વિશાખાપટ્ટનમ અને રાજમુંદરી એરપોર્ટને પણ અલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે.
પ.બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી, અને ઉત્તર 24 પરગણામાં આજે 155 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને સાંજ સુધીમાં ઝડપ 170 કિમી પ્રતિ કલાક પહોંચી શકે છે. જ્યારે 26 તારીખે હાવડા, હુગલી, કોલકાતા, ઉત્તર 24 પરગણામાં તોફાનથી ભારે તબાહી મચવાની શક્યતા છે. આ વિસ્તારોમાં બુધવારે સવારે 185 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે સાંજે તોફાન થોડું નબળું પડશે અને હવાની ઝડપ 145 કિમી પ્રતિ કલાક રહેશે. દ.બંગાળ ઉપરાંત ઉ.બંગાળમાં પુરુલિયા, બાંકુરા, મુર્શિદાબાદ અને દાર્જિલિંગમાં પણ ભારે અને સતત અનેક કલાકો સુધી વરસાદ થવાની આશંકા છે. યાસની આશંકા જોતા NDRF ની ટીમોની તૈનાતી કરી દેવાઈ છે. 5 રાજ્યોમાં 99 ટીમો તૈનાત છે. બંગાળમાં 35 ટીમો, ઓડિશામાં 32 ટીમો તૈનાત છે. જ્યારે 20 ટીમો ઓડિશામાં તૈનાત કરાશે. રાહતમાં કોઈ કમી ન રહે તે માટે કમાન NDRF ના ડીજી એસએસ પ્રધાને પોતાના હાથમાં લીધી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268